Monday, September 20, 2021
Homeઆલિયા ભટ્ટ-રણબીર કપૂર લેક કોમોમાં લગ્ન કરવાના છે? સોની રાઝદાને કહ્યું, તદ્દન...
Array

આલિયા ભટ્ટ-રણબીર કપૂર લેક કોમોમાં લગ્ન કરવાના છે? સોની રાઝદાને કહ્યું, તદ્દન ખોટી વાત છે

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરવાની ચર્ચા થતી હતી. ઉલ્લેખનીય છે કે લેક કોમોમાં જ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને જ્યારે દીકરીના લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે આ વાત માત્ર અફવા છે અને પાયાવિહોણી છે.

આલિયા-રણબીર સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન મનાવી રહ્યાં છે
થોડાં સમય પહેલાં જ આલિયા ભટ્ટ ડિરેક્ટર અયાન મુખર્જી સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે લંડન ગઈ હતી. અહીંથી થોડા દિવસનો બ્રેક લઈ હાલમાં આલિયા તથા રણબીર સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન મનાવવા ગયા છે. આલિયા પાસે ત્રણ ફિલ્મ છે અને રણબીર પણ આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થવાનો છે. આલિયા તથા રણબીર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે.

ગયા વર્ષે રણબીરે સંબંધ સ્વીકાર્યો
ગયા વર્ષે જીક્યૂ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે આલિયા સાથેના સંબંધનો સ્વીકાર કર્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં આલિયા-રણબીર પહેલી જ વાર સાથે જોવા મળ્યાં હતાં અને ત્યારથી જ તેમની વચ્ચે સંબંધ હોવાની ચર્ચા થવા લાગી હતી. આલિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જ્યારે 11 વર્ષની હતી ત્યારે તે પહેલી જ વાર રણબીર કપૂરને મળી હતી. તે ફિલ્મ ‘બ્લેક’ના ઓડિશન માટે આવી હતી અને તેણે રણબીર કપૂરને જોયો હતો અને જોતા જ બોલ્ડ થઈ ગઈ હતી.

વર્ષની શરૂઆતમાં પણ લગ્નની અફવા ઉડી હતી
2019ની શરૂઆતમાં પણ આલિયા તથા રણબીરના લગ્નની અફવા ઉડી હતી. તે સમયે એમ કહેવામાં આવ્યું હતું કે રીષિ કપૂર ન્યૂયોર્કથી સારવાર લઈને ભારત પરત આવશે એટલે તેઓ પહેલાં પંડિતને મળશે અને લગ્ન નક્કી કરશે. ત્યારે સોની રાઝદાને કહ્યું હતું કે ચાહકો દરેક બાબત જાણવા માંગે તે સારી વાત છે પરંતુ તે આલિયાની માતા છે અને તે દીકરીના અંગત જીવન અંગે વાત કરવા માંગતી નથી. તે બસ એટલું જ ઈચ્છે છે કે તેમની દીકરી ખુશ રહે. તે ઈચ્છે છે કે આલિયા જીવનમાં તેની રીતે આગળ વધે. માતા તરીકે તે દીકરીને કોઈ જ્ઞાન આપવા માંગતી નથી. આલિયા ઘણી જ સમજદાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments