આવકથી વધારે સંપત્તિ મામલે મુલાયમ સિંહ-અખિલેશ યાદવને CBIની ક્લીનચીટ

0
15

સીબીઆઇએ મંગળવારે આવકથી વધારે સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટમાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વિરુદ્ધ એફિડેવિટ દાખલ કર્યું.

એફિડેવિટમાં સીબીઆઇનું કહેવું છે કે તે મુલાયમ અને અખિલેશ યાદવ વિરુદ્ધ નોંધવામાં આવેલી આવકથી વધારે સંપત્તિ મામલે પહેલા જ ક્લીનચીટ આપી ચૂકી છે. સીબીઆઇએ કહ્યું કે એમને પિતા અને પુત્ર વિરુદ્ધ આરસી નોંધવા માટે કોઇ પુરાવા મળ્યા નથી.

આ પહેલા 12 એપ્રિલે મામલાની સુનાવણી કરવામાં આવી. જેમા સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે 2013માં મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ આવકથી વધારે સંપત્તિ મામલે તપાસ બંધ કરી ચૂકી છે.

આ પહેલા યાદવે ખુદને નિર્દોષ બતાવતા આરોપોને રાજનીતિથી પ્રેરિત બતાવ્યા હતા. કોર્ટે સીબીઆઇને ચારફ સપ્તાહમાં આ મામલે સ્પષ્ટતા કરવા એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું. જેથી કોર્ટ આ મામલે આગળની કાર્યવાહી કરતા સુનાવણી કરી શકે.

મુલાયમ સિંહના વકીલ વિશ્વનાથ ચતુર્વેદીએ આવકથી વધારે સંપત્તિની અરજી દાખલ કરી હતી. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેને મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વિરુદ્ધ 2013 આવકના અજ્ઞાત સ્રોતોથી અધિક સંપત્તિ મામલે પ્રાથમિક તપાસ બંધ કરી દીધી હતી.

આ પહેલા 11 એપ્રિલે યાદવે સુપ્રીમ કોર્ટે દાવો કર્યો હતો કે સીબીઆઇએ તેમને આ મામલે પ્રથમ દ્રષ્ટીએ ક્લીનચીટ આપી હતી. એમણે કહ્યું કે એજન્સીએ તેમની વિરુદ્ધ આવકથી વધારે સંપત્તિ મામલે કોઇ પુરાવા મળ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here