Monday, October 18, 2021
Homeઆવતા અઠવાડિયાથી વધી શકે છે ઑટો-ટેક્સીનુ ભાડૂં, આટલા રૂપિયા આપવા પડશે
Array

આવતા અઠવાડિયાથી વધી શકે છે ઑટો-ટેક્સીનુ ભાડૂં, આટલા રૂપિયા આપવા પડશે

આમ આદમી પાર્ટી દિલ્હીના લોકોને ઝાટકો આપવાની તૈયારી કરી રહ્યાં છે. દિલ્હી સરકાર આવતા અઠવાડિયાથી ઑટો અને કાળી-પીળી ટેક્સીના ભાડામાં વધારો કરી શકે છે. જેને લઇને દિલ્હી પરીવહન વિભાગે દિલ્હી સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે.

જો આવુ થાય તો દિલ્હીમાં જૂન 2009 બાદ ઑટો-ટેક્સીના ભાડામાં વધારો થશે. અહીં જણાવવાનું કે અત્યારે દિલ્હીમાં ઑટોનુ ભાડૂ પહેલા બે કિલોમીટર માટે 25 રૂપિયા નક્કી કરેલુ છે. ત્યારબાદ યાત્રા કરવાથી કિલોમીટર દીઠ 8 રૂપિયા ભાડૂ ચૂકવવુ પડે છે.

હવે થઈ શકે છે આ ફેરફાર

નવી દરખાસ્તમાં પહેલા એક કિલોમીટર માટે 25 રૂપિયા આપવા પડશે. ત્યારબાદ પ્રતિકિલોમીટરની યાત્રા માટે 10 રૂપિયા ભાડૂ લગાવવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય ટ્રાફિક જામમાં ફસાવવાથી 1 રૂપિયા પ્રતિ મિનિટ વસૂલવાની દરખાસ્ત રાખવામાં આવી છે. રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે યાત્રા કરવાથી 25 ટકા વધુ ભાડૂ વસૂલવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં ઑટો-ટેક્સીનુ ભાડૂ વધવાના સંદર્ભમાં દિલ્હી સરકારે પરીવહન વિભાગના ખાસ કમિશનર અનિલ બંકાના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પોતાની ભલામણ આપી હતી. ત્યારબાદ પરીવહન વિભાગે આ ભલામણોને લાગુ કરવા માટે દિલ્હી સરકારની પાસે મોકલી દીધી છે. એક મીડિયા રીપોર્ટ મુજબ, દિલ્હી સરકાર આવતા અઠવાડિયે ભાડુ વધારવાને મંજૂરી આપી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments