Tuesday, January 18, 2022
Homeઆવતીકાલે કોંગ્રેસ ની CECની બેઠક, ગુજરાતના આ નેતાઓ જશે દિલ્હી
Array

આવતીકાલે કોંગ્રેસ ની CECની બેઠક, ગુજરાતના આ નેતાઓ જશે દિલ્હી

અમદાવાદ: ઉમેદવારોની પસંદગી મુદ્દે આવતીકાલે દિલ્હીમાં CECની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરાશે. બેઠકમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહેશે.

ઉમેદવારોના નામ મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે, હજુ સુધી બાકી રહેલી બેઠક માટે નામ નક્કી કરાયા નથી. આવતીકાલ સાંજ સુધીમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે. આ ઉપરાંત પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ ચર્ચા કરાશે અને શક્યતા છે કે નામની જાહેરાત પણ કરી દેવામાં આવે.

 

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારની પસંદગીને લઇને ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આવતીકાલે દિલ્હી ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત ગુજરાત કોંગ્રેસના પીઢ નેતાઓ ખાસ હાજર રહેવાના છે, આ બેઠકમાં ઉમેદવારોના બાકી રહેલા નામ અંગેની ચર્ચા કરવામાં આવશે. આ પસંદગીની સાથે-સાથે નિરીક્ષકો દ્વારા પેટાચૂંટણીને લઇને પણ તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવશે.

તો મંગળવારની સાંજ સુધીમાં ગુજરાત કોંગ્રેસની બાકી રહેલ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાતમાં પણ કરવામાં આવી શકે છે તેવી વાત પક્ષના મોવડી અમિત ચાવડા દ્વારા જાહેર માધ્યમોને કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular