આવતીકાલે પ્રિયંકા બતાવશે પોતાનો પાવર, લખનઉમાં નવ કલાકનો રોડ શો

0
12

કોંગ્રેસના મહાસચિવનો કારભાર સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી આવતી કાલે લખનઉમાં વિશાળ રોડ શો કરવાના છે. જેના માટે કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. યુપીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યુ કે, પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી યુપીના કાર્યકરોમાં ઉત્સાહ છે. પ્રિયંકા ગાંધીના રોડશોમાં જનમેદની ઉમટી પડવાના છે. આ ઉપરાંત રાજ બબ્બરે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજીનામું આપવુ જોઈએ.

રાજ્યમાં માફિયાઓનો આતંક વધ્યો છે. તેમ છતા યોગી સરકાર આવા અસમાજિક તત્વો વિરૂદ્ધમાં કોઈપણ પ્રકારના પગલા ભરતી નથી. મહત્વપૂર્ણ છે કે, પ્રિયંકા ગાંધી આવતી કાલે લખનઉમાં નવ કલાક સુધી રોડ શો કરશે. પ્રિયંકા ગાંધી લખનઉમાં પાર્ટી કાર્યાલય નહીં પણ વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં રોકાશે. જ્યા તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

જે બાદ તેઓ લખનઉમાં વિશાળ રોડ શો કરશે. રોડ શો દરમ્યાન પ્રિયંકા ગાંધીનું એનક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ અનેક મહાપુરૂષોની મૂર્તિઓ પર પુષ્પાંજલિ કરશે. અંતમાં રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ શોને પૂર્ણ કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here