આવતીકાલે લાલ કિલ્લા પરથી PM મોદી આ મહત્વનાં મુદ્દાઓ પર દેશવાસીઓ સાથે કરશે વાત

0
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (15 ઑગષ્ટ) 73માં સ્વતંત્રતા દિવસ પર છઠ્ઠીવાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. ભારતનાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળનો આ પહેલો સ્વતંત્રતા દિવસ સમારોહ છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને શું કહેશે? અને તેમના ભાષણમાં શું શું હશે? આના પર પણ સૌની નજરો છે.

બદલતા ભારતની જરૂરિયાત પર નવી જાહેરાત

પ્રધાનમંત્રીનાં રૂપમાં બીજા કાર્યકાળનાં પહેલા સ્વતંત્રતા દિવસ સમારોહમાં પીએમ મોદી આવતા પાંચ વર્ષ સુધીનાં સરકારનાં વિઝનની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન પીએમ મોદી બદલાતા ભારતની જરૂરિયાત પર નવી જાહેરાત કરી શકે છે.

કલમ 370 હટાવવા વિશે અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે કરી શકે છે વાત

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પોતાના બીજા કાર્યકાળમાં સંસદનાં પહેલા સત્રમાં જ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાને લઇને આખા દેશમાં જશ્નનો માહોલ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી દેશવાસીઓને કલમ 370 અને જમ્મુ-કાશ્મીરની અત્યારની સ્થિતિ વિશે વાત કરી શકે છે. કાશ્મીરમાં 370 હટાવવામાં આવ્યા બાદ હડબડાયેલા પાકિસ્તાન દ્વારા ભારત પર લગાવવામાં આવેલા પ્રતિબંધો પર પણ વાત કરી શકે છે.

પાકિસ્તાનને મળશે જડબાતોડ જવાબ

પાકિસ્તાને કાશ્મીરથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ ઇસ્લામાબાદથી ભારતનાં હાઈ કમિશ્નરને પકત મોકલ્યા છે. આ સાથે પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કર્યો છે અને સમજૌતા એક્સપ્રેસને પણ રોકી છે. આવામાં ભારતનાં પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર શું કહેશે તે પણ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીનાં ભાષણમાં પાકિસ્તાન અને વિદેશી સંબંધો પર પણ મોટી જાહેરાત થઇ શકે છે.

સંસદ સત્રમાં પાસ થયેલા બિલ પર ચર્ચા

નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં સંદસ દરમિયાન ઘણા મહત્વનાં બિલ પાસ થયા. જેમાં ટ્રિપલ તલાક અને જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ 2019 જેવા મહત્વનાં બિલ પાસ કરવામાં આવ્યા. આ સત્રમાં રાજ્યસભામાં 39 ચર્ચાઓ થઈ, 32 બિલોને પાસ કરવામાં આવ્યા. આ સત્રની 35 બેઠકોમાં 32 બિલ પાસ થયા જે છેલ્લા 17 વર્ષનાં 52 સત્રોમાં પહેલીવાર થયું. તો લોકસભાની કુલ 37 બેઠકો થઈ છે અને લગભગ 280 કલાક સુધી કાર્યવાહી ચાલી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો સંકલ્પ સહિત કુલ 36 બિલ પાસ કરવામાં આવ્યા છે.

પુરગ્રસ્ત રાજ્યો માટે જાહેરાત થઈ શકે છે

વરસાદનાં કારણે દેશનાં ઘણા ભાગોમાં પુરનાં સમાચાર છે. દેશનાં ઘણા રાજ્યોમાં પુર હજુ પણ છે. કુલ મળીને 9 રાજ્યોમાં પુરની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી અલગ અલગ અકસ્માતમાં 180થી વધારે લોકોનાં મોત થયા છે. કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા સૌથી વધારે પ્રભાવિત છે. રાષ્ટ્રિય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં જાન-માલની ઘણી હાનિ થઇ છે. આવામાં દેશવાસી પીએમ મોદીથી આશા કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી પુરગ્રસ્ત રાજ્યોની મદદ માટે મોટી જાહેરાત કરી શકે છે.

એનઆરસીને લઇને સરકારની તૈયારી

આ ઉપરાંત પીએમ મોદી અસમમાં રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર (NRC)ને લઇને પણ સરકારની તૈયારી પર વાત કરી શકે છે. 31 ઑગષ્ટનાં આના ફાઇનસ આંકડા જાહેર કરવામાં આવશે. અસમમાં એનઆરસીનો ફાઇનલ ડ્રાફ્ટ ગત 30 જુલાઈ 2018નાં જાહેર થયો હતો, જેમાં લગભગ 40 લાખ લોકો બહાર રહી ગયા હતા. ત્યારબાદ સુપ્રિમ કૉર્ટે સ્પષ્ટ કર્યું કે દાવો રજૂ કરતા સમયે વ્યક્તિ દશમાંથી કોઇ એક અથવા એકથી વધારેને આધાર બનાવી શકે છે. આ ઉપરાંત પીએમ મોદી સ્વતંત્રતા દિવસ ભાષણમાં અર્થવ્યવસ્થા, બેરોજગારી માટે યોજના અને મહિલાઓનાં મુદ્દે સરકારની તૈયારીઓ પર વાત કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here