Saturday, February 24, 2024
Homeદેશઆવી અરજીઓ માત્ર અખબારોના પહેલા પાનાની હેડલાઈન્સ બનાવે: CM યોગી

આવી અરજીઓ માત્ર અખબારોના પહેલા પાનાની હેડલાઈન્સ બનાવે: CM યોગી

- Advertisement -

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે રાજસ્થાનના અલવરમાં 2018ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથના કથિત વાંધાજનક ભાષણ બદલ કેસ નોંધવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે, તેઓ આ મામલે દખલ કરવા ઈચ્છુક નથી.

બેન્ચે કહ્યું કે, આવી અરજીઓ માત્ર અખબારના પહેલા પાના પર હેડલાઈન્સ બનાવવા માટે છે તેથી તેને ફગાવી દેવામાં આવે છે. અરજદારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે અરજી ફગાવી દીધી હતી અને તેના પર 5,000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

અરજદારના જણાવ્યા પ્રમાણે યોગી આદિત્યનાથે 23 નવેમ્બર 2018ના રોજ અલવરમાં ચૂંટણી ભાષણમાં તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી. સર્વોચ્ચ અદાલતમાં જતા પહેલા અરજદારે મૌની જિલ્લા અદાલતમાં ભાષણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાઈકોર્ટ સમક્ષ રિવિઝન પિટિશન દાખલ કરી હતી જેને પણ પ્રાદેશિક અધિકારક્ષેત્રના આધારે ફગાવી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular