આવી રહ્યો છે Nokiaનો નવો ફોન, 1 મહિના સુધી ચાલશે બેટરી

0
45

HMD ગ્લોબલની માલિકીની કંપની Nokia આગામી મહિને બાર્સિલોનામાં યોજાનારા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં અમૂક નવા સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવવાની છે. રીપોર્ટનુ માનીએ તો કંપની 24 ફેબ્રુઆરીએ યોજાનારી ઈવેન્ટમાં Nokia 9 PureView અને Nokia 6.2 સિવાય એક ફીચર ફોન પણ રજૂ કરશે.

આ ફીચર ફોનને લઇને પહેલા ફક્ત અટકળો હતી, પરંતુ ચીનની સર્ટિફિકેશન વેબસાઇટ ટીના પર લિસ્ટિંગ બાદ હવે આ પાક્કુ થયુ છે કે આ ઈવેન્ટમાં નોકિયાનો ફીચર ફોન પણ શોકેસ કરવામાં આવશે.

લિસ્ટિંગ મુજબ, Nokia TA-1139 ફીચર ફોનમાં 2.4 ઈંચનો TFT ડિસ્પ્લે આપવામાં આવશે, જેનુ રેઝોલ્યૂશન 240300 પિક્સલ હશે. ફોનમાં 8MB રેમ અને 16MBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે, જેનાથી માઇક્રોએસડી કાર્ડ દ્વારા 32GB સુધી વધારી શકાશે.

Nokia TA -1139માં 1020mAhની બેટરી હશે, જેના વિશે કંપનીનો દાવો છે કે એક વખત ચાર્જ કર્યા બાદ આ એક મહિના સુધી ચાલશે. કંપની તેમાં એલઈડી ફ્લેશની સાથે 3 મેગાપિક્સલનો રિયર કેમેરો આપશે. ફોનનું ડાઈમેન્શન 120.853.49*13.82mm અને વજન 83.6 ગ્રામ છે. નોકિયાનો આ નવો ફીચર ફોન રેડ, ગ્રે અને બ્લેક કલરમાં ઉપલબ્ધ થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here