આશાબેન પટેલ સામે ચૂંટણી લડવા આ પાટીદાર નેતાએ કોંગ્રેસ પાસે માગી ટીકિટ

0
51

મહેસાણામાં કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ છે. ઊંઝા ઉમિયા ધામ સાથે સંકળાયેલા એ. જે. પટેલે કોંગ્રેસની લોકસભાની ટિકિટ માંગી છે. એ.જે પટેલ ઊંઝા ઉમિયાધામ શિક્ષણ નિધિના ટ્રસ્ટી છે. તેઓ અગાઉ ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી અપક્ષ લડ્યા હતા. એ જે પટેલ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ પણ 84 પાટીદાર સમાજના છે. જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે અને ભાજપ તેમને મહેસાણાથી ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. તો સામે કોંગ્રેસ એ. જે. પટેલને ટિકિટ આપે તો મહેસાણા બેઠક પર બે પાટીદાર વચ્ચેનો જંગ જોવા મળી શકે છે.

પાટીદાર સમાજ વચ્ચે જ લડાય છે ચૂંટણી

મહેસાણામાં સૌથી વધુ મતદારો એ પાટીદાર અને ઓબીસી સમાજના છે. એટલે પાટીદાર અને ઠાકોર વચ્ચે જંગ થઈ શકે છે પણ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર વર્ષોથી પાટીદારો વચ્ચે જ જંગ લડાય છે. ગત લોકસભામાં પણ જયશ્રીબેન પટેલ અને જીવાભાઈ પટેલ વચ્ચે જંગ ખેલાયો હતો. જોકે, આ વખતે જીવાભાઈ ભાજપમાં હોવાથી તેઓની સ્થિતિ ના ઘરના ના ઘાટના જેવી થઈ ગઈ છે. ભાજપ લોકસભાની ટીકિટ આપવાનું નથી અને કોંગ્રેસમાંથી નીકળી ગયા છે. જીવાભાઈને પણ ભાજપ મહેસાણા લોકસભાની ટીકિટ આપવાની શરતે જ ભાજપમાં લાવ્યું છે. હવે સમીકરણો બદલાઈ ગયા છે.

આશાબેન સામે લડવા એ. જે. પટેલે માગી ટીકિટ

ભાજપે ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ પાસે પક્ષ પલટો કરાવતાં આશાબેન મહેસાણાની સીટ પરથી ઝંપલાવે એ ફાયનલ છે. આમ પણ પાસનું વર્ચસ્વ ધરાવતી આ સીટ પર પાસના નેતા તરીકે પણ આશાબેનને ઉભું રાખવાનું ગણિત ભાજપની સીટ બચાવવાનું છે. મહેસાણા લોકસભા હારે તો મોદીનું નામ ખરાબ થાય તેવી સંભાવના વચ્ચે ભાજપે આ જુગાર ખેલ્યો છે. જેમાં જીવાભાઈ અને જયશ્રીબેનનું પત્તું કપાઈ ગયું છે.

ભાજપમાં સેફ ગેમ રમવામાં આશાબેન ભરાયા તો નથી ને

હવે કોંગ્રેસ પાસે હાલમાં મજબૂત ઉમેદવાર નથી એ વાસ્તવિકતા છે. કોંગ્રેસે આશાબેનને પણ લોકસભાની સીટ ઓફર કરી હતી પરંતું તેઓએ ભાજપમાં રહીને સેફ ગેમ રમવાનું નક્કી કર્યું છે. ભાજપમાં હાલમાં તેમની સ્થિતિ કેવી છે તેનો અહેસાસ આજે ભાજપના સંમેલનમાં તેમને થઈ ગયો હશે. અમિત શાહના નિવાસ સ્થાને નેતાઓનો જમાવડો થયો હતો. તેમાં આશા પટેલ પણ હતાં. પરંતુ આશા પટેલની હાજરીની પણ પક્ષ નોંધ પણ ન લીધી હતી. અને તેમને અમિત શાહ પાસે જતાં પણ રોકવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here