આશારામને શુભેચ્છા પત્ર મુદ્દે ફસાયેલા ભૂપેન્દ્રસિંહ માટે ‘મા મને કોઠીમાંથી કાઢ…’ જેવો ઘાટ

0
179

અમદાવાદ: ગઈ કાલે રાજ્યના શિક્ષણમંત્રીએ વિવાદિત અને કહેવાતા સંત આશારામના આશ્રમને એક પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ‘મા મને કોઠીમાંથી કાઢ…’ જેવો ઘાટ સર્જાયો છે. તેમના ડેમેજ કંન્ટ્રોલમાં કોણ આવે તેની તેઓ રાહ જોઈને બેઠા છે.

પત્રકારોએ આશારામની સંસ્થાને પત્ર મામલે સવાલ પૂછતાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નો કોમેન્ટ કહી સવાલનો જવાબ ન આપી જગ્યા છોડી જતા રહ્યા હતા. ઓફ ધ રેકોર્ડ જણાવ્યું હતું કે, મેં આશારામ આશ્રમની પ્રવૃત્તિને બિરદાવી છે અને પત્ર પોતાનું હોવાનું પણ સ્વીકારે છે. પત્રમાં સહી પણ મારી જ છે તેવું ગર્વભેર કહે છે.  શિક્ષણમંત્રી આટલો ગર્વ ઓફ ધ કેમેરા લે છે તો કેમેરા સામે કેમ બોલતા અચકાય છે. કોઈ ગુનેગાર મોટા ગુના કરી એક સારું કામ કરે તો એની બધી પ્રવૃત્તિને દબાવી શકાય ખરી?

14મી ફેબ્રુઆરીએ માતૃ વંદના કરવી એ સારી વાત છે પરંતુ માતૃ વંદનાના નામે કુમળા બાળકોના માનસ પર આશારામની ભક્તિની છાપ છોડવી કેટલા અશે યોગ્ય? જ્યારે કહેવાતા સંત આશારામ પર બળાત્કાર જેવા ગંભીર ગુનાના આક્ષેપો હોય ત્યારે માતૃ-પિતૃ વંદનાના નામે આશારામનો પ્રચાર કેટલો યોગ્ય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here