આશા પટેલ નહીં ઘરના કે નહીં ઘાટના, ભાજપમાં એન્ટ્રી અટકી-કોંગ્રેસ પાછા લેવા તૈયાર નથી

0
51

ગાંધીનગરઃ ઉંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં ભળશે એ વાતે જોર પકડ્યું છે. પરંતુ તેમની જ સામે વિધાનસભા હારનાર અને ભાજપના પૂર્વ મંત્રી નારણ લલ્લુ પટેલ બેનની એન્ટ્રી રોકવા મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. સુત્રોની માહિતી અનુસાર નારણ પટેલે ભાજપ પ્રદેશ નેતાઓને ધમકી આપી છે કે જો ઉંઝા APMCના ચેરમેન પદનો સોદો કરશો તો અમે પાર્ટીમાં બળવો કરીશું. આ સાથે ગુજરાત કોંગ્રેસના મંત્રી વંદના પેટેલે કહ્યું કે આશાબેન પાછા સરકારી નોકરીએ લાગી જાય અમે પાછા નથી લેવાના.

ભાજપમાં એન્ટ્રી અટકાવવા નારણ પટેલની મોવડી મંડળને ધમકી: સુત્રો

આશાબેન ભાજપમાં ભળશે તો પાર્ટીમાં બે જૂથ બની જશે

સુત્રોની માહિતી મુજબ ભાજપે આશાબેન સાથે ઉંઝા APMCના ચેરમેન પદનો સોદો કર્યો છે. આશાબેનના અંગત એવા ભાજપના જ દિનેશ પટેલને અબજોના ટર્ન ઓવર ધરાવતી અને એશિયાની સૌથી મોટી ઉંઝા APMCના ચેરમેન બનાવી દેવાશે તો હું ભાજપમાં આવીશ એવો સોદો થયો છે. જોકે ભાજપમાં જ દિનેશ પટેલ અને નારણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલના અલગ-અલગ જૂથ હોવાથી પાર્ટીમાં ધમાસાણ ઉભું થવાની સ્થિતી છે.

હા, હું CMને કાલે જ મળવા ગયો હતોઃ નારણ પટેલ

નારણ લલ્લુ પટેલની ધમકીથી ભાજપ પ્રદેશના નેતાઓને ગળે હાડકું ભરાયા જેવી સ્થિતિ સર્જાય છે.  નારણભાઈ કાલે જ કમલમમાં CM રૂપાણીને મળ્યા હતા. હવે ભાજપ પ્રદેશનું મવડી મંડળ આશાબેનની એન્ટ્રી પર રોક લગાવી શકે છે. નારણ પટેલે કહ્યું છે કે બેન ભાજપમાં આવશે તો પણ APMC ચેરમેન તો મારો પુત્ર ગૌરાંગ પટેલ બનશે. તેણે કહ્યું છે કે જો આશાબેન ભાજપમાં આવશે તો પાર્ટીમાં બળવો કરીશું.

 આશાબેનને હવે કોઈ કોંગ્રેસમાં પણ નહીં સંભાળે
ગુજરાત કોંગ્રેસના મંત્રી વંદના પટેલે જણાવ્યું કે ‘આશાબેને કોંગ્રેસ પાર્ટી અને પાટીદારો સાથે ગદારી કરી છે. આશાબેન રાહુલજી ને સલાહ આપીને રાજીનાનું મોકલી ગંભીર ભુલ કરી છે જો પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું હોત તો અમે સમજાવી કોંગ્રેસ પાર્ટીમાં પાછા લઈ લેતા. હવે અમે તો લેવાના નથી, બેન પાછા સરકારી નોકરીમાં લાગી જાય તો સારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here