Saturday, December 3, 2022
Homeઆશા પટેલ પાટણમાં ભાજપનો ખેસ પહેરે તેવી શક્યતા, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના VC બને...
Array

આશા પટેલ પાટણમાં ભાજપનો ખેસ પહેરે તેવી શક્યતા, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના VC બને તેવી ચર્ચા

- Advertisement -

પાટણ/ ગાંધીનગર: કોંગ્રેસથી છેડો ફાડી ઊંઝાથી ધારાસભ્ય પદ છોડનાર આશા પટેલને ઉત્તર ગુજરાતના ઉપકુલપતિ બનાવાય તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. પાટણમાં આવતીકાલે ભાજપના ક્લસ્ટર સમંલેનમાં સમર્થકો સાથે આશા પટેલ ભાજપમાં ભળી શકે છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આશા પટેલને રોકવા નારણ લલ્લુ સક્રિય

નારણ લલ્લુ ઊંઝા ભાજપમાં એકહથ્થુ રાજકીય એકાધિકાર ચલાવે છે ત્યારે આશા પટેલને રોકવા સક્રિય છે. મુખ્યમંત્રી સાથે બીજીવાર પણ બેઠક યોજી હોવાનું ચર્ચાય છે. અંદરખાને ત્યાંનું નારણ લલ્લુનું વિરોધી જૂથ અને કોંગ્રેસ પણ આશાના ભાજપ પ્રવેશને રોકવા ગુપ્ત બેઠકો યોજી રહ્યું હોવાનું ચર્ચાય છે.

ભાજપના મોવડીમંડળે રસ્તો શોધ્યો

ભાજપના મોવડીમંડળે એક ફોર્મ્યુલા બનાવીને એક કાંકરે ઘણા પક્ષીઓ મારવા પ્રયાસ કર્યો છે. જેમાં આશા પટેલને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ,તેમના એક ટેકેદારને ઊંઝા એપીએમસી અને અન્યને ઊંઝા બેઠકની પેટા ચૂંટણીએ ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડાવવાનું રસ્તો અપનાવ્યો છે.

8મીએ 2 વાગ્યે સંમેલન

શુક્રવારે પાટણના કે સી સંકુલમાં 2 વાગ્યે યોજાનાર ક્લસ્ટર સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રમુખ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ઉપસ્થિત રહેવાના છે. તેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા એમ 3 લોકસભા બેઠકનું ક્લસ્ટર સંમેલન યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular