આસામમાં ઝેરી દારૂના પીધા બાદ સર્જાયો લઠ્ઠાકાંડ, 80ના મોત, 200થી વધુ હોસ્પિટલમાં દાખલ કરાયા

0
26

ગુવાહાટી: આસામના ગોલઘાટ અને ઝોરહાટ જિલ્લામાં આવેલા ચાના બગીચામાં ઝેરીલો દારૂ પીવાથી 80 લોકોના મોત થયા છે. આ મૃતકોની સંખ્યામાં 36 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. શનિવારે રાજ્યના સ્વાસ્થ પ્રધાન હેમંત બિશ્વ શર્માના જણાવ્યા અનુસાર 221 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સારવાર આપી રહેલા ડોકટરોએ કેટલાક લોકોની હાલત ગંભીર જણાવી છે, મૃતકોની સંખ્યા ધીરેધીરે વધી રહી છે.

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યમાં ગેરકાયદેસર દેશી દારૂનો વેપાર ધંધામાં લાગેલા લોકો પર સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે. તપાસ સમિતિ ત્રણ દિવસમાં સરકારને તેમનો અહેવાલ આપશે. પરિસ્થિતિ એ હદ સુધી પહોંચી છે કે હોસ્પિટલમાં લઠ્ઠાકાંડનો ભોગ બનનારા લોકોની સંખ્યા વધવાને કારણે દિબ્રૂગઢ અને તેજપુર મેડિકલ કોલેજના સ્ટાફને જોરહટ અને ગોલઘાટ સારવાર આપવા બોલાવા પડ્યા છે.

મરનારા બધા મજૂરો બગીચામાં કામ કરતા હતા

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હલ્મીરા બગીચા ક્ષેત્રમાં અને પડોશી ગામ ગોલઘાટમાં 40 લોકોની મોત થઇ છે. ખુમતાઇથી ભાજપના ધારસભ્ય મૃણાલ સૈકિયાએ જણાવ્યુ કે ગરૂવારે એક લગન સમારોહમાં એક જ દુકાનમાંથી દારૂ ખરીદવામાં આવ્યો હતો જેનું 100થી વધુ લોકોએ સેવન કર્યુ હતુ. સ્થાનિક લોકોએ આક્રોશ પૂર્વક જણાવ્યુ કે અહીના પોલીસ અને બુટલેગરોની મિલીભગત થી ઝેરી દારૂનો ધંધો ફેલાયો છે. પોલીસ આવા તત્વોને છાવરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here