આસુસ ઝેનફોન 6ની સ્પેશિયલ એડિશન લોન્ચ, કંપની માત્ર ત્રણ હજાર યુનિટ વેચશે

0
31

ગેજેટ ડેસ્ક. તાઇવાનની રાજધાની તાઇપેઈમાં ચાલી રહેલા કોમ્પ્યુટેક્સ 2019 ઇવેન્ટમાં આસુસે ઝેનફોન-6ની સ્પેશિયલ એડિશન 30 લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે, આ 2019નું ફ્લેગશિપ મોડેલ છે. કંપની વિશ્વભરમાં આ સ્માર્ટફોનના માત્ર 3,000 યુનિટ વેચશે. આ સ્પેશિયલ એડિશન ફોનમાં કંપની 30 મહિના એટલે કે અઢિ વર્ષની વોરન્ટી પણ આપશે. જો કે, કંપનીએ તેની કિંમત અને માર્કેટમાં ક્યારે આવશે તે વિશે હજુ સુધી માહિતી આપી નથી.

ફોનમાં 12GB રેમ અને 512GB સ્ટોરેજ મળશે

આસુસ સ્માર્ટફોનમાં 12જીબી રેમ અને 512જીબી સ્ટોરેજ હશે. આટલી રેમ અને સ્ટોરેજના સંયોજન સાથે કંપનીનો આ પ્રથમ સ્માર્ટફોન છે. ફોનને 3D કર્વ ગ્લાસ ડિઝાઇન આપવામાં આવી છે. આ ફોન ફક્ત મેટ બ્લેક એક જ કલરમાં આવશે. ફોનના નિયમિત મોડેલમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે. માઇક્રો એસડી કાર્ડ સાથે ફોનનું સ્ટોરેજ 2TB સુધી વધારી શકાય છે.

ફોનમાં 6.4-ઇંચની આઇપીએસ ફૂલ એચડી+ ડિસ્પ્લે સ્ક્રીન આપી છે, તેનું રિઝોલ્યૂશન (1080×2340 પિક્સેલ્સ)નું છે. સેફ્ટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ડિસ્પ્લેઓ આસ્પેક્ટ રેશિયોને 19.5:9નો છે.

ફોનમાં ડ્યુઅલ રોટેટિંગ કેમેરો આપ્યા છે, જેમાં 48-મેગાપિક્સલ પ્રાઇમર અને 13-મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેકન્ડરી લેન્સ આપ્યો છે. ફોનનાં રોટેટિંગ કેમેરા હોવાથી સેલ્ફિ માટે પણ 48 મેગાપિક્સલનો થઈ જશે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર સાથે આવે છે, જે શક્તિશાળી પિચેટ સાથે આવે છે. ફોનમાં 5000mAhની બેટરી છે, જે ઝડપી ચાર્જ 4.0 સપોર્ટ કરે છે. તેમાં ડ્યુઅલ સ્માર્ટ એમ્પ્લિફાયર અને 3.5mm ઓડિયો જેક પણ આપ્યા છે.

સ્પેસિફિકેશન્સ
ડિસપ્લે 6.4-inch FHD+ (19.5:9, 1080×2340) LCD, full-screen design;
83.8% screen-to-body ratio, Gorilla Glass 6
પ્રોસેસર Qualcomm Snapdragon 855, 7nm process
Octa-core (1 x 2.84GHz, 3 x 2.41GHz, 4 x 1.78GHz)
રેમ અને સ્ટોરેજ 12GB + 512GB
કનેક્ટિવિટી GPS, WiFi 2.4G/5G 802.11 a/b/g/n/ac, BT 5.0
બેટરી 5000 mAh w/ 18W fast charging
USB Type-C
હેડફોન જેક 3.5mm
ફિંગરપ્રિન્ટ સ્કેનર Rear-mounted
કેમેરા 48MP, autofocus + 13MP, ultrawide
એન્ડ્રોઈડ વર્ઝન Near-stock Android 9 Pie
કલર Matte Black (Special Edition)
ડાયમેન્શન 159.1 x 75.4 x 9.2 mm;
190 g