આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી,, બસ આ જ શ્રદ્ધા અને આસ્થા સંકળાયેલી છે કલેશ્વરીની વાવ ખાતે બિરાજમાન નાગણેશ્વરી મા

0
244

કહેવાય છે કે, આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી,, બસ આ જ શ્રદ્ધા અને આસ્થા સંકળાયેલી છે કલેશ્વરીની વાવ ખાતે બિરાજમાન નાગણેશ્વરી મા… ક્ષત્રિય સમાજના લોકો તેમની કુળદેવી હોવાનું માનીને તેઓ અહીં આસ્થા સાથે દર્શનાર્થે પહોંચે છે,,,

મહિસાગર જિલ્લાના કલેશ્વરી ખૂબ જ પ્રાચિન છે,,, અહીંનો વિસ્તાર ખૂબ જ પ્રાચિન છે,, એટલે કે 11મી સદીના અવશેષો પણ અહીંથી મળ્યા હતા,, પ્રાચિન સમયના મંદિર, વાવ, અર્જુન ચોરી, હેડંબા કુંડ, પૌરાણિક શિવ મંદિર, વહુની વાવ સહીત સાસુની વાવ પણ અહીં જોવા મળે છે,,, જોકે જે વાવાની અહીં વાત કરવામાં આવે છે, ત્યાંની કોતરણીમાં એક પાનિહારી છે, જ્યાં મા નાગણેશ્વરીની પ્રતિકૃતિ પણ છે,, જે રાઠોડ ક્ષત્રિય સમાજની કુળદેવી હોવાનું સમાજના લોકોનું માનવું છે,,, અનેક પરચા બાદ માતાજીઓ દર્શન આપ્યા હોવાના પુરાવા બાદ અહીં આસ્થાનો મેળો પણ યોજાય છે,,,

બાઈટ – અમૃત ડામોર

દિવસે દિવસે મા પ્રત્યે લોકોની આસ્થા વધી અને અહીં દૂર દૂરથી લોકો દર્શનાર્થે પહોંચી આસ્થાનો દિવો કરવા માટે પહોંચે છે,, રાજસ્થાન તેમજ ગુજરાતના લોકો નાગણેશ્વરી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે,,, સમાજના લોકોનું કહેવું છે કે, વર્ષોથી તેમના વડવાઓ કહેતા કે, નાગણેશ્વરી માતા તેમની કુળદેવી છે,, જોકે નાગણેશ્વરી મા ક્યાં બિરાજમાન છે, તેનું કોઇ ચોક્કસ સ્થળ નહોતી ખબર,, પણ સમાજના આગેવાનોને માતાજીઓ સપનામાં આવીને કલેશ્વરીની વાવામાં તેમનું સ્થાનક હોવાનું જણાવતા,, ક્ષત્રિય સમાજના લોકોએ અહીં દર્શન કરવા માટે પહોંચે છે,,, આ સાથે જ અનેક એવા પરિવારો છે કે જેમણે સંતાનો માટે રાખેલી માનતા પણ માતાજીએ પુર્ણ કરી હોવાનું પણ લોકો માની રહ્યા છે..

સમાજના લોકોને નાગણેશ્વરી માતાજી પર અતૂટ વિશ્વાસ છે કે, તેઓની તમામ મનોકામના પુરી કરે છે,, કુદરતા ખોળે બિરાજતી નાગણેશ્વરી માતાજી પર લોકોની આસ્થા એટલે છે, તેમને આટલે સુધી લઇ આવે છે,, અને શ્રદ્ધાળુઓ પર ખુશી ખુશી કલેશ્વરી ખાતે પહોંચી દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

બાઈટ – મિનાક્ષી ડામોર

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here