આ એક્ટ્રેસ પાસે ફિલ્મ મેકરે કરી સેક્સની ડિમાન્ડ, ઇનકાર કર્યો તો તેની માતાને પણ…

0
49

પાછલાં ઘણાં સમયથી બોલીવુડમાં Me Too કેમ્પેઇન અંતર્ગત યૌન શોષણ અને કાસ્ટિંગ કાઉચના ઘણાં કિસ્સા સામે આવ્યાં. આ અભિયાન બાદ મહિલાઓ ખુલીને સામે આવી અને પોતાની આપવીતી દુનિયા સમક્ષ રજૂ કરી. તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં મોટા નામો પણ સામે આવ્યા.

તાજેતરમાં જ કાસ્ટિંગ કાઉચનો વધુ એક કિસ્સો સામે આવ્યો. મલયાલમ એક્ટ્રેસ કની કુશ્રુતીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો.

કોકટેલ અને શિખર જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી કની કુશ્રુતીએ આરોપ લગાવ્યો કે મેકર્સે કામના બદલે તેની સાથે સેક્સની ડિમાન્ડ કરી હતી. જ્યારે તેણે આ માંગનો અસ્વીકાર કર્યો તો તેની માનો પણ અપ્રોચ કરવામાં આવ્યો જેથી તે કનીને સમજાવો અને સંબંધ બનાવવા માટે તૈયાર કરે.

આ ઘટના બાદ કની કુશ્રુતી ડિપ્રેશનમાં આવી ગઇ હતી. તે બાદ તેણે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું છોડી દીધું હતુ. પછીથી તેણે થિયેટર જોઇન કરી લીધું પરંતુ થિયેટરમાં એટલા રૂપિયા કમાઇ ન શકી જેથી તેનું ગુજરાન ચાલી શકે.

મલયાલમ ઉપરાંત કની તમિલ ફિલ્મ ‘પિસાસુ’ અને  ‘બુર્મા’માં પણ તે પોતાના અભિનયનો જલવો વિખેરી ચુકી છે. તેણે એક શૉર્ટ ફિલ્મ ‘મા’થી પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. તે બાદથી તે તમિલ દર્શકો વચ્ચે એક લોકપ્રિય ચહેરો બની ચુકી છે.

કનીની જેમ ઘણી એવી એક્ટ્રેસીસ છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવી ડાર્ક સાઇડને સામે લાવી છે. સિંગર ચિન્મયી શ્રીપદાથી લઇને લેખિકા લીના મણિમેકલઇ અને તનુશ્રી દત્તા સુધી ઘણી એક્ટ્રેસીસ ખુલીને સામે આવી છે. યૌન શોષણના આરોપોમાં અત્યાર સુધી નાના પાટેકર, સાજિદ ખાન અને રાજકુમાર હિરાની જેવા મોટા નામ પણ સામે આવી ચુક્યાં છે. જો કે આ તમામ સ્ટાર્સે આ આરોપોનું ખંડન કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here