આ એક જગ્યા છોડીને PM મોદી કહે ત્યાં ડિબેટ કરવા તૈયાર છુંઃ રાહુલ ગાંધી

0
38

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી નાંખી છે. એમણે યુવાઓને બે કરોડ રોજગારી ન આપી, તે ચૂંટણી હારી રહ્યા છે. તેની અસર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહી છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું, હું કોંગ્રેસ સરકાર બન્યા બાદ 22 લાખ યુવાઓને એક વર્ષમાં રોજગારીની ગેરંટી આપું છું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી નાંખી છે. એમણે યુવાઓને બે કરોડ રોજગારી ન આપી, તે ચૂંટણી હારી રહ્યા છે. તેની અસર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહી છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું, હું કોંગ્રેસ સરકાર બન્યા બાદ 22 લાખ યુવાઓને એક વર્ષમાં રોજગારીની ગેરંટી આપું છું. પીએમ મોદી પર સેનાનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે સેના હિન્દુસ્તાનની છે, ન કોઇ વ્યક્તિ વિશેષની.

રાહુલ ગાંધીએ ન્યાય યોજના વિશે વાત કરતા કહ્યું કે જેવા લોકો પાસે પૈસા આવશે, તે ખરીદી કરશે. જેથી અર્થવ્યવસ્થામાં સુધારો આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીજી, તમે જણાવો કે યુવાઓ, મહિલાઓ માટે તમે શું કરશો. તમે સબસિડી પાછી લઇ લીધી. ગબ્બર સિંહ ટેક્સ લગાવ્યો. રાહુલ ગાંધીએ વધુ એકવાર નરેન્દ્ર મોદી પર રાફેલ ડીલમાં 30000 કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો. કહ્યું ચોકીદાર ચોર હે પાર્ટી કા નારા હે.

 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે રાફેલનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને મેં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને ટિપ્પણી કરી, તેથી મેં માફી માંગી. પરંતુ મેં બીજેપી તથા મોદીની માફી નથીં માંગી. ચોકીદાર ચોર હે-નો નારો અમારો ચાલુ રહેશે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે સેના, વાયુસેના અને નેવી નરેન્દ્ર મોદીની વ્યક્તિગત સંપત્તિ નથી. જ્યારે તેઓ કહે છે કે યૂપીએના સમયે સર્જિકલ સ્ટ્રાઇક વીડિઓ ગેમ જેવા હતા, ત્યારે તે કોંગ્રેસનું નહીં પરંતુ સેનાનું અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું અડધાથી વધારે ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. સ્પષ્ટ છે કે મોદીજી ચૂંટણી હારી રહ્યા છે. ખેડૂત, ભ્રષ્ટાચાર, રોજગાર, સંસ્થાઓ પર અતિક્રમણ મુખ્ય મુદ્દા છે. તેથી ભાજપ ચૂંટણી હારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here