આ કંપની માર્ચમાં લાવી રહી છે 5G સ્માર્ટફોન, કંઇક આવા હશે ફીચર્સ

0
54

5G નેટવર્ક અને 5G ફોન્સ માટે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના લોકો રાહ જોઇ રહ્યા છે. આવનારા દિવસોમાં એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇંક પોતાનો પહેલો 5G મોબાઇલ ફોન લાવી રહી છે. ખાસ વાત એ છે કે કંપનીએ ફોનના કેટલાક ફીચર્સ માટે પણ જાણકારી આપી છે.

એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇંકએ જાણકારી આપતા જણાવ્યું છે કે એ સ્પેનમાં મોબાઇવ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન 5G નેટવર્ક પર આધારિત નવા સ્માર્ટફોનનો ખુલાસો કરશે. આ સ્માર્ટફોન લાંબી બેટરી લાઇફ અને સારા કૂલિંગ મેકેનિઝ્મની સાથે હશે. કંપની 24 ફેબ્રુઆરીએ એક મીડિયા ઇવેન્ટનું પણ આયોજન કરી રહ્યું છે. જેની પર એમડબ્લ્યૂસીમાં આવનારા લોકોની પણ નજર હશે. આ દુનિયાની સૌથી મોટી મોબાઇલ ઇવેન્ટ છે અને એનું આયોજન 25 28 ફેબ્રઆરીએ કરવામાં આવ્યું છે.

ઇન્ટરનેશનલ મીડિયા અનુસાર એલજીએ એના એક દિવસ પહેલા જેહારત કરી હતી કે એ એમડબ્લ્યૂસીમાં પોતાના નવનીતમ ફ્લેગશિપ સ્માર્ટફોન જી8 થિનક્યૂનું પ્રદર્શન કરશે, જે નવા ઇન્ટરફેસથી લેસ છે. નવી ફ્લેગશિપ મોડલ માર્ચમાં રિલીઝ થવાની સંભાવના છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ અનુસાર આ 5G સંચાલિત ફોનમાં ક્વોલકોમનું નવીનતમ સ્નેપડ્રેગન 855 ચિપસેટ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here