Thursday, October 28, 2021
Homeઆ કદાવર નેતાએ કહ્યું કે આશા છે કે વડાપ્રધાન મોદી તાજમહેલ પાસેથી...
Array

આ કદાવર નેતાએ કહ્યું કે આશા છે કે વડાપ્રધાન મોદી તાજમહેલ પાસેથી પ્રેમનો પાઠ ભણીને જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આગ્રાની મુલાકાતે છે. તેને લઈને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક tweet કર્યુ હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, આશા છે કે દેશના પ્રધાનમંત્રી તાજમહાલથી પ્રેમનો પાઠ લઈને જાય.

યૂપીમાં મોદી કરશે ચુંટણીનો શંખનાદ

યૂપીમાં લોકસભા ચુંટણીનો શંખનાદ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રામાં કોઠી મીના બજાર મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. તે પહેલાં અહીં સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધારેની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. અખિલેશ યાદવે વડાપ્રધાન મોદીના આગ્રા આવ્યા તે પહેલાં ટ્વીટ કર્યુ હતુ. તેમણે ટ્વીટમાં ઉત્તરપ્રદેશનમાં બટાકા અને શેરડીના ખેડૂતોની સમસ્યાઓ વ્યક્ત કરી હતી.

અખિલેશ અને રાજબબ્બરએ કર્યુ tweet

ટ્વીટમા લખ્યું છે કે, “આશા છે કે દેશના પ્રધાન તાજમહાલ પાસેથી પ્રેમ-મહોબ્બતની પાઠ ભણીને જશે, અને પોતાના આનંદ અને હરવા ફરવા પછી અહિંયાના આસપાસ બટાકા,શેરડીના અને અનાજના ખેડૂતોના દુખ અને સમસ્યાઓની પણ તેમને યાદ આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દિલ્હીથી યૂપી પહેલા એટલુ દૂર ક્યારેય ન હતુ કે તેમના બદહાલત ખેડૂતોને અને વ્યાપારીઓને દેશના સમાચારની ખબર ન હોય. ત્યાં જ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજબબ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાનને આગ્રા અને આજુબાજુના વિસ્તારોના બટાકાના ખેડૂતોની તકલીફો અને સમસ્યાઓ દેખાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments