Tuesday, September 28, 2021
Homeઆ કારણથી Redmi પોતાના મોબાઈલ સાથે નથી આપતી હેડફોન, કારણ જાણવા જેવું
Array

આ કારણથી Redmi પોતાના મોબાઈલ સાથે નથી આપતી હેડફોન, કારણ જાણવા જેવું

ભારતની સૌથી મોટી કંપની બની ચુકેલી રેડમી પોતાના ફોનની સાથે હેડફોન નથી આપતી અને તેની પાછળ એક મોટું કારણ છે. માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે દરેક કંપનીઓ એક બીજાથી સસ્તો ફોન લાવવાનો પ્રયત્ન કરે છે. રેડમી પણ સસ્તામાં સસ્તા અને સારા સ્માર્ટફોન લૉન્ચ કરે છે અને આ કારણે જ રેડમી ભારત માર્કેટમાં પોતાની સારી પકડ બનાવી રહ્યું છે. રેડમીના હેડફોનની વાત કરવામાં આવે તો તેના હેડફોન ₹2000ની આસપાસ આવે છે.

જો રેડમી પોતાના મોબાઈલ સાથે હેડફોન આપે તો તેના મોબાઈલની કિંમત ₹2000 વધી જશે અને તેની સીધી અસર તેના માર્કેટ પર થઈ શકે છે અને આવાતનો ફાયદો બીજી કંપનીઓ પણ ઉઠાવી શકે છે અને તેને પછાડી શકે છે. આ જ કારણ છે કે રેડમી પોતાના મોબાઈલની સાથે હેડફોન આપતી નથી.

રેડમીના આવનારા સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો કંપનીએ જાહેરાત કરી છે કે 22 નવેમ્બરે લૉન્ચ થશે Xiaomiનો Redmi Note 6 Pro. અને જો તમે સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છે તો આવતા અઠવાડીયા સુધી રાહ જોઈ લો. કારણકે ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન આવતા અઠવાડીએ લૉન્ચ થવા જઈ રહ્યા છે. શાઓમી પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 5 Proનું નેક્સ્ટ મોડલ Redmi Note 6 Pro લઈને આવી રહી છે.

જ્યારે સેમસંગ ઈન્ડસ્ટ્રીનો પહેલો ચાર કેમેરા વાળો સ્માર્ટફોન Galaxy A9 (2018) લૉન્ચ કરશે.
સેમસંગનું ઈવેન્ટ 20 નવેમ્બરે છે અને શાઓમી 22 નવેમ્બરે Redmi Note 6 Pro લૉન્ચ કરશે. Galaxy A9 2018ની કિંમત 40 હજાર રૂપિયા હોય તેવી શક્યતા છે. જ્યારે Redmi Note 6 Proની કિંમત કંપનીએ 20 હજાર રૂપિયાની અંદર રાખી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments