Monday, October 2, 2023
Homeઆ કાર પેટ્રોલ-ડીઝલ વગર 70 કિ.મીનું અંતર 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે...
Array

આ કાર પેટ્રોલ-ડીઝલ વગર 70 કિ.મીનું અંતર 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે કાપે છે

- Advertisement -

શહેરના ત્રણ યુવકોએ પર્યાવરણને બચાવતી સોલાર ઇલેક્ટ્રિક કાર બનાવી છે. સ્વપ્નીલ જાદવ, હર્ષ ગાંધી તેમજ જય વસાવાએ સરકારી પોલિટેક્નિક કોલેજ રાજપીપળા, ભરુચથી ડીપ્લોમાં ઇન મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. તેમના અંતીમ વર્ષના પ્રોજેક્ટના ભાગરુપે અને તેને ભવિષ્યમાં આગળ લઈ જવા માટે તેમણે ઇલેક્ટ્રિક સોલાર કાર બનાવી હતી.

સ્વપ્નીલ જાદવએ જણાવ્યું હતું કે, મારા પિતાનો આટોમોબાઈલ્સનો બિઝનેસ છે અને તેઓ મોટો ક્રોસના બાઇક રાયડર છે. તેથી નાનપણથીજ મને આ ફિલ્ડમાં રસ હતો. મારા પિતા તેમની બાઇકમાં અનેક ઇનોવેશન કરીને બાઇક ચલાવતા હતા. તેથી મને મારા પિતા પાસેથી કંઇક નવંુ અને સમાજ તેમજ પર્યાવરણને ઉપયોગી બનાવવાની પ્રેરણા મળી.

મેં અને મારા મિત્રોએ મળીને મારા પિતા નંદકીશોર જાદવની મદદથી આ ઇલેક્ટ્રિક સોલાર કાર બનાવી છે. આ કારનું પ્લાનિંગ કરતા અમને એક વર્ષ અને બનાવતા 2 મહિનાનો સમય લાગ્યો જેમાં કોલેજના પ્રોફેસરે પણ મદદ કરી છે.

ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક-સોલાર કાર બનાવી

વિદ્યાર્થીઓએ બનાવેલી કારની ટેસ્ટ ડ્રાઇવ.

1 સોલાર પેનલ લગાવવાથી આ કાર 150 કિ.મી સુધીનું અંતર કાપી શકે છે

હર્ષ ગાંધીએ જણાવ્યું હતું કે, આ કાર બનાવવાનો ખર્ચ અમે લોકોએ મળીને કર્યો છે. હાલમાં અમારું બજેટ ઓછુ હોવાથી અમે ફક્ત વન સિટર ઇલેક્ટ્રિક કાર જ બનાવી છે. જે કુલ 1,20,000ના ખર્ચે તૈયાર થઇ છે. તેમાં સોલાર પેનલ ફીટ કરવાથી 1,80,000ના ખર્ચે આ કાર તૈયાર થઈ શકે છે. 2 સીટર ઇલેક્ટ્રિક કાર 2 લાખમાં તૈયાર થઈ શકે છે અને 4 સીટર કાર આશરે 4 લાખમાં તૈયાર થઈ શકે છે. એક સોલાર પેનલ લગાવવાથી આ કાર 150 કિમીનું અંતર કાપી શકે છે.

તમામ વસ્તુઓ ગ્રીન બની રહી છે ત્યારે ગ્રીન કાર પણ બનવી જરૂરી છે

સ્વપ્નીલ જાદવએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ઇલેક્ટ્રિસીટીનો ઉપયોગ વધારે થવાની શક્યતાઓ છે. વધતા જતા પ્રદૂષણને કારણે તમામ વસ્તુઓ ગ્રીન બની રહી છે ત્યારે પ્રદૂષણમુક્ત ગ્રીન કાર બનવી જરૂરી હતી માટે બનાવી છે. આ કાર દરેક ઋતુમાં ચાલી શકે છે. ચોમાસામાં ચલાવવા માટે અમે મોટરને ભિની કરીને ટેસ્ટ કર્યો હતો ત્યારે કાર બરાબર ચાલતી હતી પરંતુ વધુ અંતર ચાલે છે કે નહિં તે ટેસ્ટ કરવાનો બાકી છે. મિકેનિકલ, ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રિકલના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ કાર બનાવી છે.

કારની વિશેષતાઓ

આ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિસિટી અને સોલારની મદદથી ચાલે છે.

12

વોલ્ટની 4 બેટરી આ કારમાં લગાડવાથી તે ચાલી શકે છે.

તેમજ 1250 વોટની બ્રશ લેસ ડાયરેક્ટ કરન્ટ મોટર ફીટ કરવામાં આવી છે.

કારને ચાર્જ થતા 4 થી 6 કલાક લાગે છે. તે એક ફૂલ ચાર્જમાં 70 કિમી અંતર કાપે છે.

60

કિમી પ્રતિ કલાકની સ્પીડ પર આ કાર ચાલવાની ક્ષમતા ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular