જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમારી શોધ હવે પૂરી થવાની છે. દેશની ટોચની બેન્ક HDFC બેન્ક અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત મણિપાલ ગ્લોબલ એકેડમી ઓફ BFSI સાથે મળીને એક કોર્સની શરૂઆત કરી છે.
જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમારી શોધ હવે પૂરી થવાની છે. દેશની ટોચની બેન્ક HDFC બેન્ક અને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત મણિપાલ ગ્લોબલ એકેડમી ઓફ BFSI સાથે મળીને એક કોર્સની શરૂઆત કરી છે. આ કોર્સ પૂરો કરનાર લોકોને HDFC બેન્કમાં 4 લાખની નોકરી ઓફર કરવામાં આવશે. આ કોર્સ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તેમાં 4 લાખના પેકેજની નોકરીની ગેરેંટી છે. આ કોર્સ દરમિયાન લોકોને HDFC બેન્કમાં 6 મહિનાની ઈન્ટર્નશિપ કરાવવામાં આવશે. મળથી માહિતી પ્રમાણે HDFC બેન્ક આ રીતે લગભઘ 5 હજાર લોકોની ભરતી કરી રહી છે. ચાલો જાણીએ કે કોણ કોણ આ કોર્સ કરી શકે છે.જાણો કોર્સની ફીઝ
HDFC બેન્કે મણિપાલ ગ્લોબલ એકેડમી ઓફ BFSI સાથે મળીને ફ્યુચર્સ બેન્કર્સ પ્રોગ્રામની શરૂઆત કરી છે. ફ્યૂચર્સ બેન્કર્સ એક ફૂલ ટાઈમ કોર્સ છે, જેની ફી 3,3 લાખ રૂપિયા છે. આ ફી પર જે ટેક્સ લાગશે તે વિદ્યાર્થીઓએ ભરવો પડશે. આ કોર્સની સૌથી મોટી ખૂબી એ છે કે તે પૂરો કર્યા બાદ HDFC બેન્કમાં નોકરી પાક્કી છે.કેટલો પગાર મળશે
આ કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીઓને HDFC બેન્કમાં વાર્ષિક 4 લાખના પેકેજની નોકરીની ઓફરની ગેરંટી છે. આ ઉપરાંત શહેર પ્રમાણે અલાઉન્સિસ પણ મળશે. HDFC બેન્ક આગામી 2થી 3 વર્ષ માં 5 હજાર લોકોની ભરતી કરવાની તૈયારી કરી રહી છે.આ રીતે કરો અરજી
વેબસાઈટ http://hdfcbank.myamacat.com/ પર જઈને ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં નામ, મોબાઈલ નંબર, અને ઈમેઈલ આઈડી ભરવી પડશે. બાદમાં એક એસેસમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ માટે ઉમેદવારોએ 550 રૂપિયા ભરવા જરૂરી છે. બાદમાં તમને HDFC બેન્કના ઓફિશિયલ એસેસમેન્ટ પાર્ટનર એસ્પાયરિંગ માઈન્ડ્સ તરફથી એક કન્ફર્મેશન મેલ મોકલવામાં આવશે. મેલ પર આ લિંક મળતા જ તમારે 7 દિવસમાં ઓનલાઈન એસેસમેન્ટની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. બાદમાં HDFC બેન્ક તરફથી ઈન્ટરવ્યુ માટે કૉલ આવશે.કોણ કરી શકે છે અરજી
– કોઈ પણ ભારતીય નાગરિક
– કોઈ માન્યતાપ્રાપ્ત યુનિ.માંથી 55 ટકા સાથે ફૂલ ટાઈમ ગ્રેજ્યુએટ થનાર વ્યક્તિ
– 21થી 26 વર્ષની ઉંમરના લોકો આ કોર્સ માટે અરજી કરી શકે છે.