Tuesday, September 21, 2021
Homeઆ ખાસ પાણીનું કરો દરરોજ સેવન, મોટી-મોટી બિમારીઓ રહેશે દૂર
Array

આ ખાસ પાણીનું કરો દરરોજ સેવન, મોટી-મોટી બિમારીઓ રહેશે દૂર

કોથમીર માત્ર ભોજનની સુંદરતા અને સ્વાદ જ નથી વધારતી પરંતુ તેનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. કોથમીરના પાણીમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે તમામ તત્વ બીમારીઓને દૂર રાખે છે. જાણો, કોથમીરના ચમત્કારી ફાયદાઓ વિશે…

– પેટ સંબંધિત કોઇ સમસ્યા છે તો બે કપ પાણીમાં કોથમીર(ધાણા)ના બીજ, જીરુ, ચા પત્તી અને ખાંડ નાંખીને મિક્સ કરી લો. આ પાણી પીવાથી એસિડિટીમાં આરામ મળે છે. પેટમાં દુખાવો થવા પર અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણાના બીજ નાંખીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે. પીરિયડ્સના દુખાવાથી છૂટકારો મેળવવા માટે કોથમીર (ધાણા)ના પાણીનું સેવન કરો.

– સવારે ખાલી પેટમાં કોથમીરના પાણીનું સેવન કરવાથી તમારા મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જશે. ધાણાને ડાયાબિટીક કિલર એટલે કે ડાયાબિટીસ દૂર કરનાર માનવામાં આવે છે. તેનું પાણી પીવાથી લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે.

– સવારે ખાલી પેટમાં કોથમીરના પાણીનું સેવન કરે છે તો તેનાથી તમારા શરીરમાંથી લોહીની ઉણપ દૂર થાય છે. કોથમીરનું પાણી પીવાથી તમારી બૉડીમાં ખાંડનું લેવલ હંમેશા કંટ્રોલમાં રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments