સાઉથ આફ્રિકાના અનુભવી ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાએ શનિવારે પાકિસ્તાન સામે પ્રથમ વન ડેમાં કરિયરની 27મી સદી ફટકારીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 169 ઇનિંગ્સમાં સૌથી ઝડપબી 27 વન ડે સદી ફટકારી હતી, જ્યારે અમલાએ 167 ઇનિંગ્સમાં આ સિદ્ધી પોતાના નામે કરી છે. અમલા સદી ફટકાવા છતાં પોતાની ટીમને વિજયી ન બનાવી શક્યાં.
https://twitter.com/ICC/status/1086835723154661382
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ અમલા ઉપરાંત પહેલી મેચ રમી રહેલા રાસી વાન ડેર હુસેનની અડધી સદીની મદદથી પાકિસ્તાન સામે 267 રનનો લક્ષ્ય ઉભો કર્યો. યજમાન સાઉથ આફ્રિકાએ નિર્ધારિત 50 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 266 રન બનાવ્યા.
For his 71* off 63 deliveries, Mohammad Hafeez is Player of the Match. What a performance from the 38-year-old!#SAvPAK pic.twitter.com/Ju5M7HO3cb
— ICC (@ICC) January 19, 2019
હાશિમ અમલાએ વન ડે ઇન્ટરનેશનલમાં 167 ઇનિંગ્સમાં 27 સદી ફટકારી તેમણે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધાં છે. રસપ્રદ વાત એ છે કે સૌથી ઝડપી 26 સદી ફટકારવાનો રેકોર્ડ પણ અમલાના નામે જ છે અને તેણે આ સિદ્ધી વિરાટને જ પાછળ છોડીને પોતાના નામે કર્યો હતો. ત્યારે અમલાએ ફક્ત 154 ઇનિંગ્સમાં 26 સદી પૂરી કરી હતી. જ્યારે વિરાટે 166 ઇનિંગ્સમાં આ સદી ફટકારી હતી.
સૌથી ઝડપી 27 વન ડે સદી
હાશીમ અમલા (દક્ષિણ આફ્રિકા) 167 ઇનિંગ્સ
વિરાટ કોહલી (ભારત) 169 ઇનિંગ્સ
સચિન તેંડુલકર (ભારત) 254 ઈનિંગ્સ
રિકી પોન્ટિંગ (ઑસ્ટ્રેલિયા) 308 ઈનિંગ્સ
સનથ જયસુર્યા (શ્રીલંકા) 404 ઈનિંગ્સ