Tuesday, December 7, 2021
Homeઆ ગામમાં જવાનીમાં વૃદ્ધ થઇ રહ્યા છે લોકો, જાણો સમગ્ર ગામની કહાની
Array

આ ગામમાં જવાનીમાં વૃદ્ધ થઇ રહ્યા છે લોકો, જાણો સમગ્ર ગામની કહાની

આજના સમયમાં લોકો જલ્દી જવાન થઇ જાય છે. પરંતુ જવાનીમાં વૃદ્ધ દેખાવું એ કદાચ ખૂબ અજીબ લાગે છે. આ કોઇ સ્ટોરી નથી પરંતુ વાસ્તવિક્તા છે. ભૂ ગર્ભથી નિકળતું પાણી આ ગામના ગ્રામીણો માટે ઝેર બનેલું છે.

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના મુખ્યાલયથી આશરે 60 કિમી દૂર ભોપાલપટનમમાં સ્થિત એક એવું ગામ જ્યાં યુવા 25 વર્ષની ઉંમરમાં લાકડી લઇને ચાલવા મજબૂર થઇ રહ્યા છે. આટલું જ નહીં 40 વર્ષની ઉંમરમાં પ્રકૃતિના નિયમથી વિપરીત વૃદ્ધ થવા લાગે છે.

અહીંયા 40 ટકા લોકો ઉંમર થતા પહેલા લાકડીની સહારાથી ચાલવા લાગે છે ક્યાં તો વૃદ્ધ થઇ જાય છે. એનું કારણ કોઇ શારીરિક દોષ નહીં, પરંતુ ભૂગર્ભમાં રહેલું પાણી છે. જે એમના માટે અમૃત નહીં પરંતુ ઝેર સાબિત થઇ રહ્યું છે.

અહીંના હેન્ડપંપો અને કુવામાંથી નિકળતા પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોવાને કારણે સમગ્ર ગામ સમય પહેલા જ અપંગતાની સાથે સાથે સતત મોત તરફ વધી રહ્યું છે. શુદ્ધ પેયજળની વ્યવસ્થા નહીં હોવાને કારણે મજબૂરીના કારણે આજે પણ લોકો ફ્લોરાઇડ યુક્ત પાણી પીવા મજબૂર છે. તો પણ પ્રશાસન દ્વારા કોઇ પણ પગલા લેવામાં આવી રહ્યા નથી.

અહીંના લોકોનું કહેવું છે કે ગામમાં પાંચ ટ્યૂબવેલ અને ચાર કુવા છે, એ તમામ માંથી ફ્લોરાઇડ યુક્ત પાણી નિકળે છે.

એમનું કહેવું છે કે દરેક વ્યક્તિ શહેરથી પાણી ખરીદીને લાવી શકતું નથી એટલા માટે આ જ પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે. આટલું જ નહીં ગરમીના દિવસોમાં કેટલાક લોકો 3 કિમી દૂર ઇન્દ્રાવતી નદીથી પાણી લઇને ઉકાળીને પીવે છે.

આ સમસ્યા છેલ્લા 30 વર્ષથી વધારે વધી છે. કારણ કે 30 વર્ષ પહેલા લોકો કુવાનું પાણી પીવા માટે ઉપયોગ કરતા હતા, પરંતુ જ્યારથી ટ્યૂબવેલનું ખનન કરવામાં આવ્યું ત્યારથી આ સમસ્યા વિરાટ રૂપ લેવા લાગ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments