આ ચાર ટીવી સેલેબ્સ અલગ થયા બાદ પણ મિત્રતા નિભાવી રહ્યાં છે

0
62

મુંબઈઃ ટીવી સિરિયલ ‘કુમકુમ’ ફૅમ જૂહી પરમાર તથા તેનો પૂર્વ પતિ સચિન શ્રોફ દીકરી સમાયરાનો સામાન્ય ઉછેર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બંને અલગ થઈ ગયા હોવા છતાંય આની અસર દીકરી પર ના પડે તેનું પૂરતું ધ્યાન રાખે છે. હાલમાં જ સમાયરા પોતાના પિતાને મળી હતી અને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સચિને આ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં પણ શૅર કરી હતી. આ તસવીરો બાદ ચર્ચા થવા લાગી કે જૂહી તથા સચિન ફરીવાર એક થશે. જોકે, પછી બંનેએ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું કે બંને એકબીજાને સારા મિત્રો માને છે.

જોકે, ઈન્ડસ્ટ્રીઝમાં માત્ર જૂહી-સચિન જ એવા કપલ નથી કે જે ડિવોર્સ બાદ પણ પાર્ટનર્સ સાથે સારા સંબંધો રાખતા હોય. એવા કપલ પણ છે, જે અલગ થયા બાદ પણ મિત્રતા રાખે છે.

આ કપલ્સ અલગ થયા હોવા છતાંય એકબીજા સાથે સારું બોન્ડિંગ શૅર કરે છે

કિરણ કરમાકર તથા રિંકુ

2001માં ટીવી શો ‘કહાની ઘર ઘર કી’માં કિરણ તથા રિંકુએ સાથે કામ કર્યું હતું. બંનેને સિરિયલના સેટ પર એકબીજા માટે પ્રેમ થયો અને પછી લગ્ન કર્યાં. જોકે, છેલ્લાં બે વર્ષથી બંને અલગ રહે છે. બંનેએ હજી સુધી ડિવોર્સ લીધા નથી. તેઓ નથી ઈચ્છતા કે તેમના નિર્ણયની અસર દીકરા પર પડે. અલગ રહેવા છતાંય બંને એકબીજા સાથે વાતચીત કરે છે.

રિદ્ધિ ડોગરા તથા રાકેશ બાપટ

કેટલાંક મહિના પહેલાં ટીવીના જાણીતા કપલ રાકેશ બાપટ તથા રિદ્ધિ ડોગરાએ અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ ટીવી સિરિયલ ‘મર્યાદાઃ લેકિન કબ તક’માં સાથે કામ કર્યું હતું અને 2011માં લગ્ન કર્યાં હતાં. બંનેએ સાથે રિલીઝ કરેલાં સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, ‘હા, અમે અલગ રહીએ છીએ અને અમે આ નિર્ણય ઘરના લોકો તથા પોતાની ખુશી માટે લીધો છે. અમે સારા મિત્રો છીએ પરંતુ હવે કપલ નથી. અમારી વચ્ચે મિત્રતા રહેશે.’

 

રઘુરામ-સુગંધા ગર્ગ

ગયા વર્ષે એમટીવીના પોપ્યુલર શો ‘રોડીઝ’નો જજ રહી ચૂકેલા રઘુરામ લગ્નના 10 વર્ષ બાદ પત્ની સુગંધા ગર્ગથી અલગ થયો હતો. 2016માં બંને અલગ થયા પરંતુ તેમના ડિવોર્સ 2018માં થયા હતાં. સુગંધા સાથેના સંબંધો પર રઘુરામે કહ્યું હતું કે તેમના સંબંધો સમયની સાથે બદલાતા રહ્યાં છે. આજે તેઓ કપલ નથી પરંતુ સારા મિત્રો છે. ડિવોર્સ બાદ પણ બંને એકબીજાને મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here