આ ચાર થિયરી ઘટના પાછળ કારણભૂત હોવાની શક્યતા છે

0
45

અમદાવાદઃ સોમવારે મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે સયાજી એક્સપ્રેસમાં ભાજપ ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જંયતી ભાનુશાળીની હત્યા થઈ છે. આ અંગે પોલીસ હત્યારાઓ સુધી પહોંચવા તપાસ કરી રહી છે. આ સાથે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી સહિત 6 સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નીચે મુજબની ચાર થિયરી હત્યા પાછળ કારણભૂત હોવાની શક્યતા સેવાઈ રહી છે.

 

દ. ગુજરાતમાં મોકાની જમીનનો વિવાદ હતો

જયંતિ ભાનુશાળી કચ્છના એક વગદાર નેતાની છાપ ધરાવતા હતા. દક્ષિણ ગુજરાતમાં મોકાની એક જમીન ખરીદવા માટે એક શકિતશાળી જુથ મેદાનમાં હતું પરંતુ કોઈ કારણસર તેમની વાત આગળ વધતી નહતી. આ સોદો પાર પડે તે માટે જયંતી ભાનુશાળી જમીન માલિકની પડખે ચડયા હોવાનું ચર્ચાય છે. આ જમીનના સોદા મુદ્દે જયંતિ ભાનુશાળીને ખસી જવા માટે પણ કહેવાયું હતું પરંતુ ભાનુશાળી ખસવા તૈયાર નહોતા, જેના પગલે વિરોધી જુથના લોકોએ જ તેમની હત્યાની સોપારી આપી હોવાનું પણ મનાય રહ્યું છે.

સીડીકાંડના રહસ્યો નડી ગયા હોવાની શંકા

બહુર્ચચિત નલિયાંકાંડમાં ભાજપના નેતાઓની અશ્લિસ સિડીઓ બહાર આવી હતી. જયંતી ભાનુશાળી આમાં ઘણા રહસ્યો જાણતો હોવાનું મનાય છે. આ સીડી કાંડમાં ભાજપના કેટલાક નેતાઓની સંડોવણી હોવાનું અને તેના ચોક્કસ પુરાવા પણ ભાનુશાળી પાસે  હોવાના કારણે તે આ નેતાઓને બ્લેકમેઅલ કરતો હોવાની પણ ચર્ચા છે. ભાનુશાળી પોતાનું કામ કઢાવવા આ રીતે ઘણાને બ્લેકમેઇલ કરતો હોવાનું કહેવાય છે. તેથી ભાનુશાળીથી કંટાળીને ભાજપના નેતાઓએ જ તેનો કાંટો કાઢી નાખવા તેની હત્યા કરાવી નાખી હોવાની શંકા પણ બજબુત બની રહી છે.

છબિલ પટેલ સાથે દુશ્મની ભારે પડી

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. છબીલદાસ 2014માં પેટા ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસના શકિતસિંહ ગોહીલની સામે તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ 2017માં પણ ભાજપ તરફથી છબીલદાસે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમનો કોંગ્રેસના પ્રધ્યુમનસિંહ જાડેજા સામે પરાજય થયો હતો. આ બંને ચૂંટણીમાં તેમની ભાનુશાળીના કારણે જ હાર થઈ હોવાનું માનતા છબીલદાસ અવારનવાર તેમને રાજકીય નુકશાન કરતા હોઈ વાત આગળ વધતા તેમની હત્યા કરાવી દેવામાં આવી હોવાનું પણ મનાય છે.

મીઠી ખારેક’ ખાનારે હત્યા કરાવી હોઈ શકે

જયંતિ ભાનુશાળી વગ ધરાવતા નેતાઓ અધિકારીઓને કચ્છની મધમધતી ખારેક ખાવા બોલાવતા હતા તેવું મનાય છે. તેમનો ખારેક શબ્દ સાંકેતિક હતો અને સાથે મીઠી અને મધમધતી એ એવા લહેકાથી બોલતા કે, સામેવાળી વ્યકિત બધું શાનમાં સમજી જતી હતી. ખારેકની મહેમાનગતિ માણનારામાંથી ભાજપ-કોગ્રેંસના નેતાઓ, અધિકારીઓ, વકીલો ઉદ્યોગપતિઓ બાકાત નથી. ખારેકનો લાભ આપ્યા પછી ભાનુશાળી તેની પાસેથી મોટો લાભ પડાવવાની તક જતી કરતા નહતા. આથી ખારેકના લાભાર્થી પૈકીના કોઈએ તેમની હત્યામાં કરાવી હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here