Thursday, October 21, 2021
Homeઆ છે ગીતા મહેતા જેણે પદ્મશ્રી માટે કર્યો ઈનકાર, મોદી સરકારને કહ્યું...
Array

આ છે ગીતા મહેતા જેણે પદ્મશ્રી માટે કર્યો ઈનકાર, મોદી સરકારને કહ્યું કે મારે નીચુ જોવા જેવું થશે

પદ્મ પુરસ્કારોની જાહેરાત કર્યા બાદ કભી ખુશી કભી ગમ જેવો માહોલ જેવા મળે છે. ભારત રત્ન અને પદ્મ પુરસ્કારની જાહેરાત કર્યા પછી અમુક લોકો તેને ચૂંટણીમાં ફાયદો લેવાની દ્રષ્ટીએ જોઈ રહ્યું છે. તો કોઈ તેને વોટબેન્કની રાજનીતિ કહે છે. પ્રથમ વખત પદ્મ પુરસ્કારની જાહેરાત બાદ વિવાદ થયો છે. પૂર્વનાં મહત્વનાં રાજ્ય આસામથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. જેમાં ભાજપનાં કટ્ટર હરીફ એવાં આસામનાં મુખ્યમંત્રી નવીન પટનાયકને ભાજપ રોજ નવા ઝટકા આપે છે. જો કે આ વખતે દાવ ઉલટો પડ્યો છે. અને નવીન પટનાયકની બહેન ગીતા મહેતાએ ભાજપને જોરાદાર આંચકો આપ્યો છે. ગીતા મહેતાને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ ગીતે મહેતાએ પદ્મશ્રી લેવાનો ઇનકાર કર્યો. પદ્મશ્રીનાં અસ્વીકાર મામલે ગીતા મહેતાનું કહેવું છે કે, ‘કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય ફાયદો રળવા માટે પદ્મ પુરસ્કાર આપી રહી છે, જેથી હું આનો સ્વીકાર કરીશ નહીં’

 

25 જાન્યુઆરીએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સામેલ 112 લોકોમાંથી 94 લોકોને પદ્મશ્રી, 14 હસ્તીને પદ્મભૂષણ તેમજ 4 મહાનુભાવોને પદ્મવિભૂષણ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ લીસ્ટમાં ગીતા મહેતાનું નામ પણ સામેલ હતું. સાહિત્ય અને શિક્ષણમાં અસાધારણ ઉપલબ્ધિ માટે તેમને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગીતા મહેતા અમેરિકાનાં નાગરિક છે

ગીતા મહેતા હાલ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે. તેમણે ન્યૂયોર્કથી જ એવોર્ડ ન લેવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, પદ્મશ્રી પુરસ્કાર માટે મારી પસંદગી એ મારા માટે ગર્વ અને સન્માનની વાત છે. જો કે એવોર્ડનો અસ્વીકાર કરવા માટે હું ખેદ અનુભવું છું. કારણ કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે. જ્યારે લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી છે. આવા સમયે એવોર્ડ સ્વીકાર કરવાથી મારે અને સરકારને નીચું જોવાપણું થશે. આવું કરવાથી મને ખૂબ ખૂબ પસ્તાવો થશે.

મહત્વનું છે કે, થોડા સમય અગાઉ ગીતા મહેતા તેમના પતિ સોની મહેતા સાથે ભારત આવ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી આ મિટિંગ ચાલી હતી.

કોણ છે ગીતા મહેતા?

ગીતા મહેતાએ અનેક પુસ્તકો લખ્યા છે.જેમાં ઇ.સ.1979માં કર્મ કોલા, 1989માં રાજ, 1993માં “અ રિવર સૂત્ર સામેલ છે. તે સિવાય વર્ષ 1997માં સ્નેક્સ એન્ડ લૈડર્સ: ગ્લિમ્પસિસ ઓફ મોર્ડન ઇન્ડિયા અને 2006માં ઇટરનલ ગણેશ: ફ્રોમ બર્થ ટુ રીબર્થ જેવાં અનેક પુસ્તકો છે. ઓરિસ્સાનાં પૂર્વ મુખ્યપ્રધાન બીજુ પટનાયકનાં ત્રણ સંતાનો (પ્રેમ,ગીતા અને નવીન) પૈકી 76 વર્ષિય લેખિકા ગીતા મહેતા બીજુ સંતાન છે. તેઓ નવીનથી મોટા અને પ્રેમથી નાના છે. તેમનાં લગ્ન જાણીતી પ્રકાશન સંસ્થા અલ્ફ્રેડ અ-નોફનાં વડા સોની મહેતા સાથે થયા છે. ઉલ્લેખનિય છે કે ગીતાનાં પતિ સોની મહેતાએ અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા સહિત તમામ દિગ્ગજોનાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે.

આમ તો જાન્યુઆરીમાં ઠંડી પોતાનું જોર બતાવે છે પરંતુ ગીતા મહેતાએ પદ્મશ્રી પુરસ્કારનો અસ્વીકાર કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. જો કે આ વિવાદ શમવાનું નામ નથી લેતું. ભારત રત્ન સહિતનાં પદ્મ પુરસ્કારની જાહેરાત પાછળ મોદી સરકારનો રાજકિય હેતુ છે કે કેમ? ચૂંટણીમાં તેનો લાભ મળશે કે નહીં તે ભવિષ્ય નક્કી કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments