Tuesday, April 16, 2024
Homeઆ છે ભારતની પ્રથમ ડ્રાઇવરલેસ સોલર-પાવર સ્માર્ટ બસ, PM મોદીએ કરી મુસાફરી
Array

આ છે ભારતની પ્રથમ ડ્રાઇવરલેસ સોલર-પાવર સ્માર્ટ બસ, PM મોદીએ કરી મુસાફરી

- Advertisement -

પેટ્રોલ-ડીઝલ અને વિજળી બચાવવા માટે દુનિયાભરમાં નવા-નવા પ્રયોગ થઇ રહ્યાં છે. સૌર ઉર્જાથી વિજળી બનાવવી અને તેનાંથી ચાલવાવાળી ચીજવસ્તુઓ ક્રિએટ કરવા પર ખૂબ જોર આપવામાં આવી રહેલ છે.

દુનિયાભરમાં સૌર ઉર્જાનાં ઉત્પાદન અને સંરક્ષણ માટે વર્ષોથી આ સંસોધન ચાલી રહેલ છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ સૌર ઉર્જાથી બનાવેલી વીજળીને બાદમાં ઉપયોગ કરવાલાયક બનાવી હતી. હવે ભારતમાં પહેલી સોલર-પાવર બસ બનાવવામાં આવી છે.

સોલર એલર્જી એટલે કે ‘સૌર ઉર્જા’ તે ઉર્જાને કહે છે કે જે સીધાં જ સૂર્યનાં કિરણોને મળે છે. જ્યારે સૂર્યની ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે ત્યારે તે સૌર ઉર્જા કહેવાય છે. પહેલી સોલર-પાવર અને ડ્રાઇવરલેસ બસને પંજાબનાં એક વિદ્યાર્થીએ બનાવેલ છે કે જે ત્યાંની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

આ ડ્રાઇવરલેસ, સોલર પાવર સ્માર્ટ બસને બનાવવાનો ખર્ચ 6 લાખ જણાવવામાં આવી રહ્યો છે. આ બસને ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસનાં 106માં એડિશનમાં ડિસ્પ્લે કરવામાં આવી હતી.

6 લાખનાં ખર્ચથી બનેલ બસ માત્ર રિન્યૂ કરી શકાય તેવી એનર્જી ઉપયોગ કરી શકે છે. બસમાં આ એનર્જીનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર અને સોલર એનર્જીનો ઉપયોગ કરશે.

આ બસને જે ઇવેન્ટમાં પ્રદર્શિત કરવામાં આવી, તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું. આ બસને બનાવવામાં 12 મહીનાનો સમય લાગશે. આ બસ 30 કિ.મીની પ્રતિ ઝડપથી દોડી શકશે.

સોલર-પાવર, ડ્રાઇવરલેસ બસને એક વાર ફરીથી ચાર્જ કરવા પર આને 70 કિ.મી સુધી દોડાવી શકાય છે. સાથે આમાં બેસનારા લોકોની સંખ્યા 30 લોકો સુધીની છે.

જો કે હાલમાં આનો ઉપયોગ એરપોર્ટ પર કરવામાં આવી રહેલ છે. આશા છે કે આ વર્ષનાં અંતિમ સમય સુધીમાં આને કોમર્શિયલ સર્વિસની જેમ જ ઉપયોગ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular