Friday, April 19, 2024
Homeઆ છે વિકાસ!! સચિવાલયમાં ગ્રેજ્યુએટ લોકો પાસે સરકાર કરાવે છે વેઈટરની નોકરી
Array

આ છે વિકાસ!! સચિવાલયમાં ગ્રેજ્યુએટ લોકો પાસે સરકાર કરાવે છે વેઈટરની નોકરી

- Advertisement -

દેશના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાં શુમાર મહારાષ્ટ્રમાં બેરોજગારીની હાલત એ છે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો કેન્ટિનનાં વેઈટર બનવા માંગે છે, જ્યારે વેઈટર પદ માટે શૈક્ષણિક લાયકાત ચાર પાસ છે. તાજેતરમાં મંત્રાલય (રાજ્ય સચિવાલય)માં કેન્ટિન વેઈટરની 13 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં 7000 લોકોએ અરજી કરી હતી, તેમાંના મોટાભાગના ગ્રેજ્યુએટ હતા.

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે મંત્રાલય કેન્ટિનમાં વેઈટર પદ માટે તાજેતરમાં 100 માર્કની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું છે કે પરીક્ષાઓની ઔપચારિકતાઓ 31 ડિસેમ્બરે પૂર્ણ થયેલ છે અને હાલમાં ચેકિંગ પ્રક્રિયા ચાલુ છે. પસંદ કરેલ 13 ઉમેદવારોમાં 8 પુરૂષો અને બાકીની સ્ત્રીઓ છે. જેમાં 12 ગ્રેજ્યુએટ અને એક બારમું પાસ છે.

મંત્રાલયની કેન્ટિનમાં ગ્રેજ્યુએટોને વેઈટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, રાજ્ય સરકારની ટીકા કરતા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ધનંજય મુન્ડેએ જણાવ્યું છે કે મંત્રીઓ અને સચિવોએ શિક્ષિત લોકોને કામ કરાવીને શરમ આવવી જોઇએ. એનસીપીના નેતાએ કહ્યું કે ફક્ત 13 પદ માટે 7000 અરજીઓ દેશ અને મહારાષ્ટ્રમાં બેરોજગારની સ્થિતિનું સ્પષ્ટ ઉદાહરણ પૂરૂ પાડે છે. તે મોટું દુર્ભાગ્યપણું છે કે જ્યારે ચોથી પાસની જરૂર હતી એમાં ગ્રેજ્યુએટ લોકોને પસંદ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular