Tuesday, December 7, 2021
Homeઆ છે KCRની તૈયારી, લોકસભા ચૂંટણીમાં મોદી અને રાહુલને પીએમ બનતા રોકશે
Array

આ છે KCRની તૈયારી, લોકસભા ચૂંટણીમાં મોદી અને રાહુલને પીએમ બનતા રોકશે

જો બધું જ એવું રહ્યું જેવી તેમને અપેક્ષા છે તો કેસીઆરના ખિસ્સામાં 15 તેલંગણા અને 15 આંધ્રપ્રદેશની સીટો જોડાઈને કુલ 30 લોકસભા સીટ હશે. ટીઆરએસના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ફેડરલ ફ્રંન્ટના નામે સ્થાનિય શકિતને એક કરવાની કોશિષ કરી રહ્યા છે અને નેતાઓને મળી પણ રહ્યા છે. આ યોજના સહિત કેસીઆરના પુત્ર અને ટીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કાટી રામા રાવને આંધ્રપ્રદેશના વિપક્ષ નેતા અને વાઈએસઆર કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઈએસ જગન મોહન રેડ્ડી સાથે મુલાકાત કરી છે. સંઘીય ફ્રંન્ટ બનાવવા સિવાય કેસીઆર પ્લાન બી ઉપર કાર્ય કરી રહ્યા છે. યોજના એ છે કે સાંસદીય ચૂંટણી પછી કેંન્દ્રીય રાજનીતિમાં પોતાને મજબૂત બનાવવામાં આવે. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની મદદથી ટીઆરએસ વધારેમાં વધારે સીટ પર લોકસભામાં કબજો કરવા ઈચ્છે છે.

તેલંગણામાં 15 સીટ જીતવાનો પ્લાન

વિધાનસભા ચૂંટણી જીત્યા પછી ટીઆરએસ આ દિશામાં વધુ સક્રિય થઈ ગયા છે. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણી તેમણે 119 સીટો માંથી 88 સીટો જીતી લીધી છે. હવે તેંલગાણામાં 17માંથી 16 લોકસભા સીટ જીતવાની યોજના પર કાર્ય કરી રહ્યા છે. એક સીટ તેઓ પોતાની સમર્થક પાર્ટી એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસુદ્દીન ઓવેસી માટે રાખશે. વર્તમાન સ્થિતિઓ અનુસાર, ટીઆરએસ પોતાની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકે છે. જો કાંઈ અસ્ત વ્યસ્ત થયું તો પણ તેઓ ઓછામાં ઓછી 15 સીટો જીતી લેશે. તાજેતરમાં થયેલી ચૂંટણીમાં અમે પાર્ટીની શકિત જોઈ લીધી છે. ” કેસીઆરે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓને કડક નિર્દેશ આપ્યા છે કે પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે જે લક્ષ્ય આપ્યો છે તેના પ્રમાણે તેઓ કામ કરે. નવા નવા ચૂંટાયેલા પોતાના વિધાયકો પાસેથી અપેક્ષિત પરિણામ મેળવવા માટે અત્યાર સુધી પોતાના મંત્રીમંડળનું વિસ્તાર પણ કર્યુ નથી.

ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશની સત્તામાં પાછા નહીં આવે

આંધ્રપ્રદેશમાં સ્થિતિ અલગ છે. સત્તાધારી ટીડીપી સામે ઘણા આરોપ છે અને તેમણે જનતાની અપેક્ષાઓને અનુરૂપ કાર્ય પણ કર્યુ નથી. કેસીઆરનું માનવું છે કે આ વખતે ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશની સત્તામાં પાછા નહીં આવે અને લોકસભા ચૂંટણીમાં પણ તેમનાથી સારા પરિણામોની આશા રાખી શકાય નહીં. તેમનું માનવું છે કે વાઈએસઆરસીપી સત્તામાં આવશે અને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 15 સીટો જીતશે. કેસીઆરનું માનવું છે કે, ટીડીપીના ઉમ્મેદવારો ત્યાં પણ પોતાની ચૂંટણી નથી જીતી શકતા જયાં તેઓ હૈદરાબાદ શહેરના કુકટપલ્લી અને શેરી લિંગમપલ્લી જેવા ક્ષેત્રમાં મજબૂત સ્થિતમાં છે.

કેસીઆર ચંદ્રાબાબુ નાયડુને પોતાના નિશાનો બનાવી રહ્યા છે

તેલંગાણાનું પરિણામ આંધ્રપ્રદેશની રાજનીતિને પ્રભાવિત કરશે અને આનાથી વાઈએસઆરસીપીને ફાયદો થશે. જો બધું જ એવું રહ્યું જેવી તેમને અપેક્ષા છે તો કેસીઆરના ખિસ્સામાં 15 તેલંગણા અને 15 આંધ્રપ્રદેશની સીટોં જોડાઈને કુલ 30 લોકસભા સીટ હશે. આનાથી ફેડરલ ફ્રન્ટના રચનામાં તેમનું વજન વધી જશે. જો ફેડરલ ફ્રન્ટ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે છે તો તે ફ્રન્ટમાં વાઈએસઆરસીપીને સાથે લઈને રહેશે. જો આવું ના થયું, તો પણ તેમની પાસે ઘણા વિકલ્પ રહેશે. પોતાની બંન્નેમાંથી કોઈ પણ એક યોજના ઉપર કાર્ય કરવા માટે તેઓ સંપૂર્ણપણે ટીડીપી અને તેલંગાણા ચૂંટણી પછી તેની ગતિવિધિયોં પર ફોકસ કરી રહ્યા છે. વાઈએસઆરસીપીને નજીક લાવવા કેસીઆર ચંદ્રાબાબુ નાયડુને પોતાના નિશાનો બનાવી રહ્યા છે અને તેમના ઉપર રાજનીતિક રૂપથી આરોપ મઢી રહ્યા છે.

આ નેતાઓની પણ કરી મુલાકાત

“આંધ્રપ્રદેશની જનતા તેલંગાણાની જનતાની જેમ ભાવુક નથી. બની શકે છે કે ટીઆરએસ આંધ્રપ્રદેશની રાજનીતિને નિર્દેશીત કરવા આગળ ના આવે. તેઓ વાઈએસઆરસીપીને અપ્રત્યક્ષ રૂપથી મદદ કરવા ઈચ્છશે. આનાથી તેઓને પણ ફાયદો થશે પણ આપણે ચંદ્રાબાબુ નાયડુને ઓછા અનુમાન તરીકે ન ગણવા જોઈએ તેઓ કંઈક નવો એજન્ડો લઈને સામે આવશે.” જયાં સુધી હાલનો પ્રશ્ન છે, કેસીઆર સંઘીય ફંન્ટ બનાવવાની પોતાની પ્રાથમિક યોજના ઉપર ધ્યાન લગાવી રહ્યા છે. તેઓ આ ક્રમમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્ઝી, એઆઈડીએમકેના પ્રમુખ સ્ટાલિન અને જેડીયુના શીર્ષ નેતા દેવગૌડા અને કુમારસ્વામી સાથે અગાઉ મુલાકાત કરી ચૂકયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments