આ જગ્યાઓ પર બિંદાસ ચાલશે ગમે તેવી ફાટેલી નોટ, નકામી નહી જાય કરન્સી

0
52

ઘણી વખત ચલણમાંથી કે વ્યવહારમાંથી ફાટેલી નોટ હાથમાં આવી જાય છે, જેને કોઇ પણ વ્યકિત લેવાનો ઇન્કાર કરી દે છે. આવી નોટ સામે આવે ત્યારે ખૂબ જ ગુસ્સો આવે છે. એવામાં એવો પણ ભય રહે છે કે આ પૈસાનું હવે શું કરવાનુ? જોકે આ નાણું બેકાર નહી જાય. તમે આનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. જોકે, પટ્ટી લગાવેલી નોટ પણ આવી જાય તો કરન્સી નકામી બનવાનો ભય રહે છે.

RBIના નિયમ  અનુસાર ગમે એવી ફાટેલી નોટ કોઇ પણ બેંક સાથે બદલી શકાય છે. બેંક ફાટેલી નોટ સ્વીકારે છે, તેથી ફાટેલી નોટને નકામી ન સમજતા તેને ભેગી કરી રાખો અને નજીકની બેંકમાં નોટ બદલવા માટે સંપર્ક કરો. આ માટે બેંકને કોઇ પ્રકારનો ચાર્જ ચૂકવવાની જરૂર નથી.


મોટા ભાગના લોકોને ખબર નથી હોતો કે, બિલ ચૂકવવા માટે ફાટેલી નોટ સ્વીકારય છે. આ બિલ ઉપરાંત ટેક્સની ચૂકવણીમાં પણ આવી નોટ સ્વીકારવામાં આવે છે. ગમે તેવી રદ્દી થઇ ગયેલી નોટ પણ બિલ કે ટેક્સમાં ચૂકવી શકાય છે.

કોઇ પણ ફાટેલી નોટને તમે તમારા ખાતામાં સરળતાથી ભરી શકો છો. આ સિવાય ATMમાંથી જ્યારે પણ પૈસા ઉપાડો ત્યારે કોઇ ફાટેલી નોટ મળતી નથી. કેન્દ્રીય બેંકની ગાઇડલાઇન પ્રમાણે બેંક આવી નોટને રિશ્યૂ કરી શકે છે.

બેંકને જો આશંકા જાય કે, આ નોટ ઇરાદાપૂર્વક ફાડવામાં આવેલી છે તો બેંક આવી નોટ લેવાની કે બદલી આપવાની સ્પષ્ટ ના પાડી દે છે. આવી નોટને સરળતાથી બદલી શકાતી નથી. જોકે બેંક નોટની સ્થિતિ તપાસીને જ નોટ સ્વીકારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here