આ જાણીતા એક્ટરે કર્યા ઈમરાન ખાનના વખાણ, લોકોએ કહ્યું- હવે તું ભારત આવ, જોઈ લઈશું

0
31

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. ભારતના દરેક ખુણામાંથી પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ ઉઠી રહી છે. આવામાં પાકિસ્તાની સિંગર-એક્ટર અલી ઝફરે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવેદનના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા છે.

https://twitter.com/AliZafarsays/status/1097775995493539840

પુલવામાની ઘટનાથી નારાજ લોકોએ સોશિયલ મીડિયા પર એક્ટરને ભારત આવે ત્યારે પાઠ ભણાવવાની ઘમકી આપી. હકીકતે પુલવામા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે અત્યારના હાલાત પર ઈમરાન ખાને પુરાવા વગર ભારતની તરફથી આરોપ લગાવવાની વાત કહી.

ઈમરાને કહ્યું કે જો ભારત અમારી પર હુમલો કરશે તો અમે જવાબ આપીશું. તેમના આ નિવેદન પર પાકિસ્તાની એક્ટર-સિંગર અલી ઝફરે ટ્વિટર પર લખ્યું, ‘ક્યા સ્પીચ હૈ સર.’

ઝફરની પ્રતિક્રિયા ભારતીઓને પસંદ ન આવી. લોકોએ ત્યાં સુધી કહી દીધું કે બીજી વખત ભારત ન આવતા નહીંતર ખૂબ ધોલાઈ થશે. એક યુઝરે લખ્યું- હવે આવીને જો ઈન્ડિયામાં. એક બીજા યુઝરે લખ્યું- બેરોજગારીમાં માણસ શું-શું વિચારી લે છે.

પુલવામામાં ટેરર એટેક બાદ ધણા નિર્માતાઓએ પાકિસ્તાનમાં પોતાની ફિલ્મોને રિલિઝ ન કરવાનો નિર્ણય લીધો છે. જાણવા મળી રહ્યું છે કે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાનના કલાકારોને કામ ન આપવાની વાતને લઈને મક્કમ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here