આ ડિવોર્સી અભિનેત્રીએ પોતાનાથી ત્રણ વર્ષ નાના બોયફ્રેન્ડને જાહેરમાં આપી દીધું તસતસતુ ચુંબન

0
32

વર્ષ 2000ની સાલમાં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની રોમેન્ટીક ફિલ્મ મોહબ્બતે સુપરહિટ સાબિત થઈ હતી. જેમાં એક કરતા વધારે સ્ટાર્સ હતા. ફિલ્મમાં શાહરૂખ ખાન અને એશ્વર્યા રાયની પ્રેમકહાની દર્શાવવામાં આવી હતી. આદિત્ય ચોપરાની ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી.

આ ફિલ્મમાં એક એક્ટ્રેસ હતી. જેનું નામ હતું કિમ શર્મા. મોહબ્બતેમાં તેણે સંજના નામની છોકરીનો કિરદાર પ્લે કર્યો હતો. હાલ કિમ શર્મા પોતાના બોયફ્રેન્ડને લઈ કાફી ચર્ચામાં છે. વર્ષ 2010માં કિમ શર્માએ અલી પૂજારી સાથે લગ્ન કર્યા હતા. એ લગ્ન માત્ર 6 વર્ષ ચાલ્યા. લગ્ન બાદ અનબન થતા 2016માં તેણે ડિવોર્સ લઈ લીધા.

પતિથી ડિવોર્સ બાદ કિમ શર્મા સાઉથના અભિનેતા હર્ષવર્ધન રાનેને છેલ્લા કેટલાય સમયથી ડેટ કરી રહી છે. પાછલા કેટલા દિવસોથી તે ઈવેન્ટ કે મુંબઈની કોઈને કોઈ જગ્યાએ સ્પોટ પણ થઈ જાય છે. પાપારાઝી પણ તેમની તસવીરો ખેંચવા માટે તેમની પાછળ જ હોય છે. આ તસવીરમાં એરપોર્ટ પર કિમ શર્મા વિદેશ જઈ રહી છે ત્યારે તેની સાથે બોયફ્રેન્ડ હર્ષવર્ધન પણ છે. એરપોર્ટ પર પહોંચતા જ કિમ પોતાના બોયફ્રેન્ડને ગળે લગાવી લે છે અને કિસ કરી લે છે. જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

કિમ શર્માએ બોલિવુડમાં પોતાનું નસીબ અજમાવ્યું પણ તે મોહબ્બતે સિવાય કોઈ ફિલ્મોમાં ચાલી નહીં. અત્યારે પણ તે પોતાની ખૂબસુરતીથી ચાર ચાંદ લગાવે છે. તેમાં હર્ષવર્ધન સાથેનો તેનો ઈશ્ક પણ લાઈમલાઈટમાં આવી ગયો છે. ત્યારે આ બંન્નેની ડેટ ક્યારે લગ્નમાં પરિણમે છે તેનો પણ ફેન્સને ઈન્તેઝાર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here