આ ત્રણ વાતથી ઇમ્પ્રેસ થઇને રણવીર સિંહને દીલ આપી દીધું દીપિકા પાદુકોણે

0
29

મુંબઇ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના પરફેક્ટ કપલ્સમાંથી એક છે. આ કપલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા છે. લગ્ન પહેલા બંને એ ઘણા દિવસો સુધી એક બીજા સાથે ડેટ કર્યું. બંને દરેક વખતે એકબીજાને સપોર્ટ કરે છે. ત્યારે તાજેતરમાં દીપિકાએ  એવી વાતનો ખુલાસો કર્યો છે કે કઇ વાતને લઇને એ રણવીરથી ઇમ્પ્રેસ થઇ હતી.

દીપિકાએ જણાવ્યું રણવીર સિંહ ક્યૂટ નંબર વન, હૉટ નંબર વન અને હસબન્ડ નંબર વન છે. વાસ્તવમાં દીપિકાએ રણવીર સિંહના એક ફોટા પર કમેન્ટ કરતાં આ વાત લખી હતી. બીજી બાજુ રણવીર પણ દીપિકાના વખાણ કરતા થાકતો નથી. થોડાક દિવસો અગાઉ રણવીર સિંહે પણ કહ્યું હતું કે હવે એ માત્ર હસબન્ડ નંબર વન બનવા માટે કામ કરી રહ્યો છે.

મીડિયા સાથે વાતચીત કરતાં રણવીરે કહ્યું હતું કે બેસ્ટ બોયફ્રેન્ડનો ટેગ તો એને પહેલાથી જ મળી ચૂક્યો છે. હવે એ બેસ્ટ હસબન્ડ બનવા માટે કામ કરી રહ્યો છે. લગ્ન બાદ રણવીર પોતાના રિલેશશિપને લઇને ખુલીને વાત કરે છે. તો દીપિકાપણ રણવીરના વખાણ કરવામાં પાછળ પડતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here