Tuesday, September 28, 2021
Homeઆ દિગ્ગજ સુપરસ્ટાર ભાજપમાં જોડાયો, પણ બેસવા માટે ખુરશી ન મળી
Array

આ દિગ્ગજ સુપરસ્ટાર ભાજપમાં જોડાયો, પણ બેસવા માટે ખુરશી ન મળી

ભોજપૂરી સિનેમાનો સુપરસ્ટાર લાલ યાદવ ઉર્ફે નિરહુઆ બુધવારે ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાવા માટે નિરહુઆ લખનઉના બીજેપી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. હવે એ સમયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. નિરહુઆની આ તસવીર જોઈ તેના ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે જ્યારે નિરહુઆને ભાજપમાં સામેલ કરવાનું એલાન કર્યું ત્યારે તેમને બેસવા માટે ખુરશી આપવામાં આવી હતી. પણ નિરહુઆને ઉભા રહેવાનો વારો આવ્યો હતો.

જ્યારે ધારાસભ્ય અને રાજનાથ સિંહના દિકરા પંકજ સિંહ અને અન્ય બીજેપી નેતા પ્રદેશ અધ્યક્ષની સાથે બેઠા હતા. સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆની આ તસવીર જોઈ ફેન્સ નારાજ થયા હતા. નિરહુઆના ફેન્સ આ પ્રકારના વર્તનથી દુખી નજર આવી રહ્યા હતા. ઘણાં ફેસબુક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે, નિરહુઆની સાથે પાર્ટીએ સારો વર્તાવ નથી કર્યો

કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે પાર્ટીમાં તેમની મજબૂત છબી નથી. જણાવી દઈએ કે ભોજપુરી સ્ટાર નિરહુઆ ત્યાંનો સલમાન ખાન છે. પણ તેમને બીજેપી ઓફિસમાં ખુરશી માટે પણ ફાફા મારવા પડ્યા.

બુધવારે નિરહુઆએ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશ વ્યાપાર મંડલના નેતા સંજય ગુપ્તાએ બીજેપીમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. પણ સંજય ગુપ્તાને પણ સ્ટેજ પર ખુરશી નસીબ નહોતી થઈ. ખુરશી ન મળવાના કારણે ભાજપમાં જોડાયેલા ઉમેદવારોને ઉભા રહેવાનો વારો આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments