આ દેશનો ચોકીદાર માત્ર ધનવાનને ત્યાં જ નોકરી કરે છે, ગરીબોની કોઈ ચિંતા નથી: પ્રિયંકા ગાંધી

0
28

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે યુપીમાં ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે. પરંતુ આ ખેડૂતોને યોગી સરકાર પુરતા પ્રમાણમાં વળત આપતી નથી. યુપીમાં ખેડૂતોને સરકારે 10 હજાર કરોડની ચૂકવણી કરી નથી. પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યુ કે, દેશનો ચોકીદાર માત્ર ધનવાનને ત્યા નોકરી કરે છે.

તેમને દેશના ગરીબની કોઈપણ પ્રકારની ચિંતા નથી. આ પહેલા પ્રિયંકા ગાંધીએ ગંગામાં બોટ યાત્રા દરમ્યાન બેરોજગારી, ગરીબી અને નોટબંધીનો મુદો ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ હતુ કે, મોદી સરકારની નીતિના કારણ દેશમાં ખેડૂત, યુવા અને મહિલાઓ હેરાન પરેશાન છે. મોદી સરકારે ગરબી સાથે અન્યાય કર્યો છે. ત્યારે ફરીવાર પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here