વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા હતા. આજે પીએમ મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો સાથે પણ મુલાકાત કરી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણની એક ઈવેન્ટમાં પણ ભાગ લીધો. આ સાથે પીએમ મોદીએ અસમાનતા પર યોજાયેલા એક સેશનમાં પણ ભાગ લીધો. આજે વડાપ્રધાન મોદી જળવાયુ પરિવર્તન પર યોજાનારા એક સેશનમાં પણ ભાગ લે આ સિવાય પીએમ મોદીએ ઈટલીના રાષ્ટ્રપતિ ગિઉસેપે કોટે સાથે પણ મુલાકાત કરી છે.
પીએમ મોદી અહીં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તય્યિપ એર્દોગાન, સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગ અને ચિલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરા, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે પણ મુલાકાત કરીને વિવિધ ચર્ચા વિચારણા કરશે. ત્યાર બાદ પીએમ મોદી ભારત આવવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એકવાર ફરી ભાઇબંધી જોવા મળી.
આમ જી-20 સમિટના ત્રીજા દિવસે પીએમ મોદીની ઇન્ડોનેશિયા, બ્રાઝિલ સહિતના રાષ્ટ્રના અધ્યક્ષો સાથે મુલાકાત કરી. આ સાથે સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગ અને ચિલીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. પીએમ મોદી જળવાયુ પરિવર્તન સેશન 4 માં ઉપસ્થિત રહેશે.