Sunday, September 19, 2021
Homeઆ પથારીમાં 2 મહિના ફક્ત સુતા રહો અને મેળવો 12 લાખ રૂપિયા!...
Array

આ પથારીમાં 2 મહિના ફક્ત સુતા રહો અને મેળવો 12 લાખ રૂપિયા! કરવાનું શું? ફક્ત આટલું જ…

નાસા એક સ્ટડી કરી રહ્યું છે. આ સ્ટડી અંતરિક્ષમાં યાત્રી કેવો અનુભવ કરે છે, આર્ટિફિશિયલ ગ્રેવિડી વ્યક્તિ પર કેવી અસર કરે છે તેના પર છે. આ રીસર્ચ વર્કમાં જોડાવા માટે નાસાએ સ્વયંસેવકોને આમંત્રિત કર્યા છે અને તેમને આ કામ માટે 12 લાખ રૂપિયા આપવાની વાત પણ કરી છે. આ સ્ટડીમાં જોડાનાર વ્યક્તિએ કંઈ જ કરવાનું નથી તેણે ફક્ત 2 મહિના સુધી સૂતા રહેવાનું છે.

નાસાની આ રીસર્ચમાં જોડાનાર વ્યક્તિને એક ખાસ પ્રકારની પથારીમાં સૂતા રહેવાનું છે. જો કે તે વ્યક્તિ માટે ફિલ્મ અને ટીવી જોવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ રીસર્ચમાં જે વ્યક્તિ જોડાશે તેણે દિવસનું દરેક કામ સૂતા સૂતા કરવાનું હશે.

આ રીસર્ચ નાસા અને યૂરોપિયન સ્પેસ એજન્સીના એક્સપર્ટ સાથે મળીને કરશે. એક્સપર્ટ આ રીસર્ચના માધ્યમથી જાણશે કે સ્પેસમાં માણસની લંબાઈ શા માટે વધે છે અને મસલ્સમાં સર્જાતી ક્ષતીનું કારણ શું છે. એજન્સીએ દાવો કર્યો છે કે ભારહીનતા, કોસ્મિક રેડિએશન અને આઈસોલેશનના કારણે શરીરમાં થતા ડેમેજને સમજવા માટે તેમને મદદ મળશે. આ રીસર્ચમાં 24 લોકોને 60 દિવસ સુધી સતત બેડ પર સુવડાવી રાખવામાં આવશે. ખાસ વાત એ પણ છે કે આ સ્વયંસેવકોએ જર્મન ભાષામાં જ વાત કરવી પડશે.

આ રીસર્ચમાં ભાગ લેનાર લોકો 24થી 55 વર્ષની ઉંમરના હોવા જોઈએ. તેમને એવી રીતે સુવડાવવામાં આવશે કે તેમના પગ માથા કરતાં વધારે ઊંચાઈ પર રહે. જેથી તેમના શરીરમાં લોહી જામી ન જાય. અંતરિક્ષ યાત્રીઓના સ્વાસ્થ્યને સારું રાખવા માટે આ રીસર્ચ ઉપયોગી સાબિત થશે. આ રીસર્ચમાં જોડાશે તે લોકોને આર્ટિફિશિયલ ગ્રેવિટી ચેમ્બરમાં રાખવામાં આવશે અને તે એક કેન્દ્રની ચાર તરફ ફરતા રહેશે. તેઓ 1 મિનિટમાં કેન્દ્રના 30 ચક્કર લગાવશે. આ રીસર્ચ પૂર્ણ થયા બાદ તમામ લોકોની તપાસ થશે અને તેના આધારે ખાસ વિશ્લેષણ રજૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments