Thursday, September 23, 2021
Homeઆ ભાઈ કપડાની જેમ પત્ની બદલતો હતો, આઠમીએ પોલીસને કહ્યું સાહેબ મારા...
Array

આ ભાઈ કપડાની જેમ પત્ની બદલતો હતો, આઠમીએ પોલીસને કહ્યું સાહેબ મારા પતિમાં તો લોચો છે

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના જહાંગીરપુરા વિસ્તારના એક આદમીએ એક બે નહીં પૂરા આઠ લગ્ન કર્યા હોવાની ફરિયાદ મળતાં પોલીસ ચોંકી ઊઠી હતી. આઠમી પત્નીએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ શરૂમાં પોલીસ માની શકી નહોતી.

પોલીસે એને પકડવા માટે ટુકડી મોકલી ત્યારે તો ચેતી ગયેલો પતિ નાસી છૂટ્યો હતો. પોલીસે ઘરમાંથી મળેલા ફોટો આલ્બમ્સના આધારે તપાસ શરૂ કરી હતી. એની આગલી સાત પત્નીઓની પૂછપરછ માટે પોલીસે તેમને તેડું મોકલ્યું હતું. આઠમી પત્નીએ પોલીસને જણાવ્યા મુજબ એ ઘરમાં સાફસફાઇ કરી રહી હતી ત્યારે અકસ્માતે એના હાથમાં અગાઉના લગ્નોના ફોટોગ્રાફ્સ ધરાવતા આલ્બમ્સ આવ્યાં હતાં. એ ચોંકી ઊઠી હતી અને પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચી ગઇ હતી. એ પોલીસ સાથે વાતચીતમાં વ્યસ્ત હતી એ દરમિયાન પતિને ગંધ આવી જતાં એ નાસી છૂટ્યો હતો.

આઠમી પત્ની દ્વારા એને એક પુત્ર થયો હતો. ત્યારપછી એ નાની નાની વાતે પત્ની પર હાથ ઉપાડતો થયો હતો. પત્નીએ સાસુને ફરિયાદ કરી તો સાસુએ ઊલટી એને ઘમકાવી અને ચૂપચાપ પડ્યા રહેવાનું કહ્યું. પતિ બસ કંડક્ટર છે. પોલીસે એના મોબાઇલ ફોન દ્વારા એનો સંપર્ક સાધવાના પ્રયાસો કર્યા પરંતુ મોબાઇલ સ્વીચ ઑફ આવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments