આ ભારતીયોના ખાતામાં આવી ગયા 15 લાખ રૂપિયા

0
35

ખાતામાં 15 લાખ આવવાનો વાયદો થયો હતો કે નહીં તેની પાક્કી જાણકારી કોઈને પાસે નથી. પરંતુ હાલના સમયમાં ચાલતી જોરદાર વાયરલ વાત છે એ પાક્કું છે. એવી વાત જેનાથી વાતોની વાતો બની જાય છે અને આવી વાતો ક્યાંય ને ક્યાંય આપણા રૂટિન જીવનનો ભાગ પણ બની જતો હોય છે. આવામાં કેટલાંય ભારતીયો હશે તેમને રોજ સવાલ થતો હશે કે મારા 15 લાખ રૂપિયા ક્યારે આવશે?

જો તમને પણ આવો સવાલ થતો હોય તો તમારી જાણકારી માટે કે અમુક ભારતીયો છે જેમના ખાતામાં 15 લાખ રૂપિયા આવી ગયા છે. અને એકદમ પાક્કા પાયાની વાત છે. હવે, તમને થશે કે તમે રહી ગયા અને આ કયા ભારતીયો છે જેમને મળી ગયા તો તમને જણાવી દઈએ કે આ એ ભારતીયો છે જેઓ ઑસ્ટ્રેલિયા જઈને બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમીને આવ્યાં. સમજી તો ગયા જ હશો કે વાત થઈ રહી છે ટીમ ઇન્ડિયાની જેને હાલમાં જ ઑસ્ટ્રેલિયાને 71 વર્ષ પછી તેની જ ધરતી પર હરાવ્યું હતું.

આ જીતને પગલે ઑલ ઇન્ડિયા રૅડિયોએ એક ટિ્વટને કરીને જાણકારી આપી છે કે આ ટેસ્ટ ટીમની પ્લેયિંગ ઇલેવનના તમામ પ્લેયર્સને દરેક મેચ માટે BCCI 15 લાખ રૂપિયા આપવામાં આવશે.