આ મંત્રીએ માત્ર ઇશારો કર્યોને PM મોદી ઝડપભેર ચાલવા લાગ્યા, જાણો શું હતી આ ઘટના

0
28

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવમાં આ જે સવારે પાકિસ્તાની વિમાન તોડી પડાયાની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક કાર્યક્રમમાં મળી હતી. રાજ્યવર્ધનસિંહ રાઠૌરે વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમમાં વ્યસ્ત પ્રધાનમંત્રીને એક ઇશારો કર્યો. ત્યારબાદ પીએમ મોદી ઝડપથી ચાલવા લાગ્યા અને ઉતાવળે બધાનું અભિવાદન કરીને કાર્યક્રમ સ્થળની બહાર આવ્યાં. પ્રધાનમંત્રીનાં ચહેરાનાં હાવભાવથી લાગતું હતું કે તેઓ અચાનક જ એકદમ ગંભીર થઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગ્યે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન પહોંચ્યા હતાં. પાકિસ્તાનની અવળચંડાઈ બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે તુરંત જ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતાં. આ મામલે પ્રધાનમંત્રીને વાકેફ કરાવવાનું કામ રાજ્યવર્ધનસિંહ રાઠોરને સોંપવામાં આવ્યું હતું. રાઠોરે તરત જ વિજ્ઞાન ભવન પહોંચીને વડાપ્રધાનને ઇશારો કરીને આ બાબતની જાણકારી આપી હતી.

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આજે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય હવાઈસીમા માં ઘુસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતે પાકિસ્તાનનાં એફ-16 લડાકુ વિમાન તોડી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાક.લડાકુ વિમાન જમ્મુ-કાશ્મીરનાં નૌશેરા વિસ્તારમાં ઘુસ્યા હતાં. જેનાં જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ક્ષેત્રમાં આવેલી લામ ઘાટીની અંદર 3 કિમી સુધી વળતી ફાયરિંગ કરી હતી. આ પહેલા પાક.વિમાનોએ ભારતીય વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કરીને બોમ્બ ફેંક્યા હતાં.

આ મામલે પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા આસિફ ગફૂરે ટ્વિટ દ્વારા માહિતી આપી હતી. પાક.સૈન્યનું કહેવું છે કે, પાક. અધિકૃત કાશ્મીર અને જમ્મુ-કાશ્મીરમાં ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે. આ મામલે વધારે કોઈ માહિતી મળી નથી. ગફૂરે જણાંવ્યું હતું કે પાક.સેનાએ એક ભારતીય પાયલટની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here