Monday, September 27, 2021
Homeઆ રવિવારે ખુલી રહેશે દેશભરમાં તમામ સરકારી બેંક, આ છે કારણ
Array

આ રવિવારે ખુલી રહેશે દેશભરમાં તમામ સરકારી બેંક, આ છે કારણ

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે સરકારી લેણદેણ કરનારી તમામ બેંક શાખાઓ આ રવિવારે એટલે કે 31 માર્ચે ખુલી રહેશે. કેન્દ્રીય બેંકે આ સંબંધમાં સંબંધિત બેંકોને નિર્દેશ જારી કરી દીધો છે.

વાસ્તવમાં ચાલુ નાણાકીય વર્ષ છેલ્લા દિવસ 31 માર્ચ છે, અને આ દિવસે રવિવાર આવી રહ્યો છે. એટલા માટે સરકારી લેણદેણ વાળી બેંક શાખાઓને ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે.

વાસ્તવમાં RBI એ એક સર્કુલર જારી કરીને કહ્યું છે, ‘ભારત સરકારે કહ્યું છે છે કે સરકારી પ્રાપ્તિઓ અને ચુકવણી માટે 31 માર્ચ 2019ને એના તમામ પે એન્ડ અકાઉન્ટ કાર્યાલય ખુલ્લા રહેશે. આ હિસાબથી તમામ એજન્સી બેંકોને સલાહ આપવામાં આવે છે કે સરાકરી વ્યવસાય કરનારી તમામ શાખાઓને રવિવારે 31 માર્ચ 2019 ને ખુલ્લી રાખવામાં આવશે.’
કેન્દ્રીય બેંકે કહ્યું છે કે આ હિસાબથી સરકારી લેણદેણ કરનારી તમામ એજન્સીઓ બેંકોની પ્રાધિકૃત શાખાઓમે સરકારી લેણદેણ માટે 30 માર્ચ 2019એ સાંજે આઠ વાગ્યા સુધી અને 31 માર્ચ 2019એ સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. સર્કુલરમાં કહેવામાં આવ્યું છે રે RTGS અને NEFT સહિત તમામ પ્રકારની ઇલેક્ટ્રૉનિક લેણદેણ પણ 30 અને 31 માર્ચ 2019ના રોજ બેંકો ખુલ્લી રહેશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments