આ રીતે પહેરશો કપડાં તો હંમેશાં દેખાશો સ્લિમ

0
88

તમારા કપડાં અને તમારી ફેશન કોઈ વાર સારી ઈમ્પેશન આપી પણ શકે છે અને બગાડી પણ શકે છે. તમે અટ્રેક્ટિવ દેખાવ એ માટે કપડાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કપડાં ક્યારેક આપણી ઈમ્પેશન બગાડી પણ શકે છે. તે ઉપરાંત કપડાં ક્યારેક આપણને જાડા અને પાતળા દેખાડવાનું કામ પણ કરે છે. જો તમને એવું લાગતું હોય કે તમે જે કપડાં પહેરો છો તેમાં જાડા દેખાવ છો તો તમારા કપડાંમાં થોડો ચેન્જ લાવીને સ્લિમ અને અટ્રેક્ટિવ દેખાવો.

  • સારી રીતે પોસ્ચરમાં બેસવાથી અને ચાલવાથી તમે સ્લિમ અને કોન્ફિડેન્ટ દેખાશો. સારું પોસ્ચર એટલે તમારા કાન, ખભા અને દાઢી જમીનની સમાંતર હોવા જોઈએ. તમારી કમર ને સીધી રાખો અને પગને જમીનની સમાંતર રાખો.
    -પરફેક્ટ ફિટિંગ વાળા કપડાં જ પહેરો. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમે પહેરેલા કપડાં ઢીલા અને ટાઈટ ન હોય. પરફેક્ટ ફિટિંગ વાળા કપડાં પહેરવાથી તમારી બોડીને સપોર્ટ તો મળે છે સાથે તમે સ્લિમ પણ દેખાવ છો.
  • ડાર્ક કલરના કપડાં પહેરવાની કોશિશ કરો. તમે ઈચ્છો તો બ્લેક, પર્પલ, બ્રાઉન, ગ્રે કલરના કપડાં પહેરી શકો છો. આ રંગના કપડાં પહેરવાથી તમે સ્લિમ દેખાશો.
  • અટ્રેક્ટિવ અને સ્લિમ લુક માટે જરૂરી છે તમે યોગ્ય સાઈઝના કપડાં પસંદ કરો. તમારી સાઈઝથી મોટા અને તમારી સાઈઝથી નાના કપડાં પહેરવાથી તમે જાડા દેખાશો. એ માટે જરૂરી છે કે કપડાં ખરીદો ત્યારે સાઈઝનું ધ્યાન રાખો.
  • મોટી મોટી પ્રિન્ટ વાળા કપડાં પહેરવાથી પણ તમે બેડોળ દેખાઈ શકો છો. એટલે બને ત્યાં સુધી મોટી પ્રિન્ટના કપડાં પસંદ ન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here