Sunday, October 24, 2021
Homeઆ વખતે IPL ઑપનિંગ સેરેમની નહીં થાય ધમાકેદાર, કારણ જાણીને કહેશો વાહ!
Array

આ વખતે IPL ઑપનિંગ સેરેમની નહીં થાય ધમાકેદાર, કારણ જાણીને કહેશો વાહ!

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતના 44 જવાનો શહીદ થયા બાદ ભારતીયો શક્તિ એટલી ભક્તિ પ્રમાણે શહીદોના પરિવારને મદદ કરી રહ્યા છે. જેમાં ક્રિકેટ બોર્ડ BCCI પણ સામેલ થયું છે. ત્યારે હવે IPL પણ રસ્તે છે. જેને ભારતમાં તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે, પરંતુ આ વખતે એવુ નહીં થાય કારણ કે, IPLની ઑપનિંગ સેરેમનીમાં જે નાચ-ગાનમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે રૂપિયા પુલવામામાં શહિદ થયેલા જવાનોના પરિવારને આપવામાં આવશે.

BCCIની કમેટી ઑફ એડિમિસ્ટ્રેટર્સના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું કે, આ વખતે  IPL સેરેમની દર વખતની જેમ નહીં થાય. ઑપનિંગ સેરેમનીના બજેટના પૈસા શહીદ જવાનોના પરિવારને આપવામાં આવશે.

તમને જણાવીએ કે, અગાઉ IPL ઘણી વખત તેના વલણને લીધે ટીકાના ભોગ બન્યું છે. તે ભલે મહારાષ્ટ્રમાં પાણીની કમી હોવા છતાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાણીનો બગાડની વાત હોય કે ખેલાડીયો પર બેહિસાબ પૈસા ખર્ચ કરવાની વાત હોય, પરંતુ આ વખતે શહીદોના પરિવારની મદદ કરીને પોતાનો ઇતિહાસ બદલવાની કોશિશ કરી છે.

પુલવામા હુમલા પછી ભારત-પાકના ક્રિકેટ સંબંધો પણ ગડબડમાં છે. પાકિસ્તાનને રાજનૈતિક રીતે ઘેરાવ બાદ ‘ક્રિકેટ ડિપ્લોમેસી’ પણ અપનાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે રાજકારણથી ઘણુ દૂર રહેતુ BCCI પુલવામા હુમલા પછી ખૂબ આક્રમક છે. જે પછી વિશ્વ કપમાં પાકિસ્તાનને રમવાની વાત હોય કે, કોઇપણ મુદ્દે ICCને પત્ર લખવાની વાત હોય છે.

ICCને પત્ર લખવાની વાતમાં વિનોદ રાયે કહ્યું કે, અમે હુમલા વિશેની અમારી ચિંતા વ્યક્ત કરીને ICC પત્ર લખીશું. ખેલાડીઓ, અધિકારીઓ અને દરેક અન્યની સલામતીની જવાબદારી લેવી જોઈએ. અમે ક્રિકેટ કમ્યુનિટીને કહી રહ્યા છીએ કે, ભવિષ્યમાં અમે એવા દેશો સાથે ક્રિકેટ સંબંધો બગાડી શકીએ છીએ, જ્યાંથી આતંકવાદ આવે છે.

વિનોદ રાયેના આટલુ કહેવા બાદ સમાચાર આવ્યા કે, BCCIએ ICCને પત્ર લખી દીધો છે. જેમાં ખેલાડીઓ, અધિકારીઓ અને અન્ય લોકોની સલામતી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

તો પુલવામા હુમલા બાદ તે અંગે સર્વસંમતિ લાવવાનો પ્રયાસ થયો છે કે, પાકિસ્તાન સાથે વિશ્વકપ મેચ રમશે કે નહીં? તો વિનોદ રાયે આ પ્રશ્નનો પણ જવાબ આપ્યો કે, ભારત-પાક મૈચ (16 જૂન) હજુ દુર છે. આ બાબતે અમે સરકાર જોડે વાતચિત કરીને નિર્ણય લઇશું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments