Sunday, December 5, 2021
Homeઆ વાંચીને તમે ગુસ્સે પણ થશો અને હસવું પણ આવશે, સરકારી એટલે...
Array

આ વાંચીને તમે ગુસ્સે પણ થશો અને હસવું પણ આવશે, સરકારી એટલે સરકારી

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર સોમનાથના ગીર ગઢડામાં કનેકટીવીટીનો અભાવના કારણે લોકોની લાગે છે. લાંબી કતારો, સ્થાનિકોને પડી રહી છે હાલાકી.

સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે તો બીજી બાજુ ગીર ગઢડા તાલુકાની મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત કચેરીઓમાં કનેક્ટિવિટીના અભાવના કારણે ખેડૂતો, સ્થાનિકો, વિદ્યાર્થીઓ સહીત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગીર ગઢડા તાલુકો બન્યો ના ચાર વર્ષ જેવો સમય વીત્યો હોવા છતાં આજે પણ લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. 7,12 8અ ની નકલ, આધાર કાર્ડ, રેશન કાર્ડ કે પછી ચૂંટણી કાર્ડ દરેક બાબાદમાં લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. નેટકનેક્ટિવી નો અભાવ એટલો બધો આવ્યો કે સ્થાનિક લોકોએ ભૂતકાળમાં મામલતદાર ને આવેદન પત્ર આપવું પડ્યું.

ગીર ગઢડા તાલુકો બન્યા બાદ ત્રણ ચાર મહિના માંડ માંડ નેટકનેક્ટિવી ચાલી. ત્યાર બાદ આજ દિન સુધી લોકોને મુશ્કેલીનો સામનો રહિયા છે, સરકાર ટેકાના ભાવે મગફળી, કઠોળ અને અનાજની ખરીદી તો કરે છે પણ 7,12,8અ નકલ ન નીકળે તો શું કામનું. ત્યારે ગીર ગઢડા મામલદારે પણ આ વાત નો સ્વીકાર કર્યો કે નેટકનેક્ટિવીના અભાવના કારણે લોકોને થોડી તકલીફ પડી રહી છે. પરંતુ બીએસએનએલ હોવાને કારણે આ તકલીફ પડી રહી છે જોકે હાલ આ તકલીફ નો નિવારણ કરવા આવેલ છે અને જયારે જ્યારે આવી તકલીફ ઉભી થાય ત્યારે અમે ઉપર સુધી આ વાતની જાણ કરીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments