Saturday, September 25, 2021
Homeઆ વિજ્ઞાની દંપતીએ સ્કોલરશિપ આપવા દાન કરી પોતાની જીવનભરની કમાણી
Array

આ વિજ્ઞાની દંપતીએ સ્કોલરશિપ આપવા દાન કરી પોતાની જીવનભરની કમાણી

બીજિંગઃ યુવાનોને વિજ્ઞાન સાથે જોડાવાં માટે વિજ્ઞાની દંપતીએ પોતાની જીવનભરની કમાણી સ્કોલરશિપ તરીકે આપવાનું નક્કી કર્યું છે. હજુ સુધી આ દંપતી યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ એકેડેમિક ચાઈઝને સ્કોલરશિપ માટે દોઢ કરોડની રકમ આપી દીધી છે. તેમનું કહેવું છે કે હાલના સમયમાં બાળકોને વિજ્ઞાન સાથે જોડવાં ખૂબ જ જરૂરી છે. કેમ કે જો આમ ન થયું તો આવનારા સમયમાં નવા નવા ઈનોવેશનમાં મુશ્કેલી પડશે.

૮૮ વર્ષની જેંગ રુયોંગ યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સની મેમ્બર અને વિજ્ઞાની છે. જેંગના પતિ હુઆંગ પણ વ્યવસાય એક વિજ્ઞાની છે. દંપતીએ યુવાનોને વિજ્ઞાન સાથે જોડવા અને સંશોધન માટે પ્રોત્સાહિત કરવા સ્કોલરશિપ પ્રોગ્રામ બનાવ્યો છે. બંનેનું માનવું છે કે આજની જરૂરિયાત પ્રમાણે વધુમાં વધુ સંશોધનો થવાં જોઈએ, પરંતુ તેમ થઈ રહ્યું નથી. યુવા પેઢીમાં પણ આ ક્ષેત્રને લઈને વધુ રસ દેખાતો નથી.

જેંગ પરોપકારના કામ અને બીજાને મદદ કરવા માટે જાણીતા છે. તેમનો  જન્મ ૧૯૩૧માં હોંગકોંગમાં થયો હતો. ૧૯૫૩માં યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સમાં માઈક્રોલોજિસ્ટ તરીકે જોડાયા હતાં. જેંગની ઘણી શોધ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. જેંગ માટે તેમના રિસર્ચ પ્રોગ્રામ સૌથી મહત્ત્વનાં છે.

તેઓ થાક્યા અને રોકાયા વગર સંશોધનમાં સતત વ્યસ્ત રહે છે. લાંબા સમય સુધી કામ કરવાનાં કારણે જેંગને બોન રેયર ફેંકશનની બીમારી છે. આ બીમારીમાં હાડકાંમાંથી કેલ્શિયનમાંથી બ્લડમાં ભળવા લાગે છે. જેંગ દિવસભરમાં આઠ કલાકથી વધુ સમય રિસર્ચને આપે છે. જેંગ આ પહેલા પણ પોતાની કમાણીને દાન કરવા માટે ચર્ચામાં રહી ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments