Thursday, September 23, 2021
Homeઆ વિધીથી કરો હોળીકા પૂજન, સુખ અને સમૃદ્ધીની થશે વર્ષા, જાણો શુભ...
Array

આ વિધીથી કરો હોળીકા પૂજન, સુખ અને સમૃદ્ધીની થશે વર્ષા, જાણો શુભ મુહુર્ત

હોળી હિન્દુઓના પ્રિય તહેવારોમાંથી એક છે. હોળીના બે દિવસના તહેવારમાં પહેલાં દિવસે હોલીકા દહન કરવામાં આવે છે અને બીજો દિવસ એટલે કે ધુળેટીના દિવસે લોકો રંગ-ગુલાલ સાથે હોળીની ઉજવણી કરે છે.

આ દિવસે હોળીકા દહનનુ અનેરુ મહાત્મય છે. માન્યતા છે કે જો હોલીકા દહનની પૂરા વિધી-વિદાન સાથે કરવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી અને મોટી મુશ્કેલીઓનું નિવારણ આપોઆપ આવી જાય છે.

પૂજન સામગ્રીઃ-

ગોળ,કાચુ સૂતર, ચોખા, ફૂલ, આખી હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટો વગેરે.

હોળી પૂજા સંપૂર્ણ વિધિ 

આ વર્ષે હોળી (20 માર્ચ ) હોળીનો પર્વ છે. હિન્દુ પરંપરા મુજબ હોળીકા દહનથી પહેલા સાંજે હોળીની પૂજા કરી હોળીકા દહન કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટી કે રંગવાળી હોળીનું પર્વ હોય છે.

ધર્મ શાસ્ત્ર મુજબ હોળી પૂજા વિધિ-વિધાનથી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-ધાન્યની પણ કમી નથી રહેતી.

હોળીકા દહન પહેલાં હોળીની પૂજા કરો. હોળીકા દહનના મુહુર્તમાં ફૂલ, ગુલાબ અને ગોળથી હોળીકાની પૂજા કરો. છાણાની ચાર માળામાંથી એક માળા પિતૃઓના નામે, બીજી હનુમાનજીના નામે, ત્રીજી શીતળા માતાના નામે અને ચોથી પરિવારના નામે લાવો.  કાચા સૂતરના દોરાને હોળીકાની ચારેતરફ લપેટતા પરિક્રમા કરો. સાથે જ શુદ્ધ જળ, અક્ષત, ફૂલ, આખી હળદર, મગ, ગુલાલ, નારિયેળ સાથે નવા ધાનને એક એક કરી હોળીકા આગળ અર્પણ કરો.

જો ઘરમાં પૈસાની કમી રહેતી હોય તો ધ્યાન રાખો કે પૂજા સમયે પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હોય અને હોલીકા દહનના સમયે હોળીની 3થી 7 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે.

હોલીકા દહન બાદ થોડી રાખ ઘરે જરૂર લાવો. જ્યારે પણ કોઇ શુભ કામ માટે ઘરની બહાર જાઓ ત્યારે આ ભસ્મનુ તિલક કરીને જાઓ. તમારા કોઇ કામમાં અડચણ નહી આવે. સાથે જ તેનાથી તમને ધનલાભ પણ થશે.

આ છે હોળી પૂજાના શુભ મૂહુર્તઃ-2019 

હોળીકા દહનનો મૂહૂર્ત 2019  20:58:38 વાગ્યાથી 24:23:45–  વાગ્યે (સમય –  23 કલાક અને 25 મિનિટ)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments