આ સ્ટારના પિતા આજે પણ છે સરકારી બસના ડ્રાઇવર, એક્ટરની એક ફિલ્મે બોલીવુડમાં મચાવી હલચલ

0
52

કન્નડ ફિલ્મ અભિનેતા નવીન કુમાર ગૌડા ઉર્ફે યશ આજે 33 વર્ષના થઇ ગયા છે. કર્ણાટકમાં રૉકિંગ સ્ટારના નામે જાણીતા યશની તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ KGFએ ધમાલ મચાવી છે. આ ફિલ્મે અત્યાર સુધી આશરે 200 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં યશની દમદાર એક્ટિંગ અને ડાયલૉગ ડિલિવરીના લોકો ફેન થઇ ગયા છે. ચાલો જાણીએ યશના જીવન પર…

યશ આજે ભલે એક સુપરસ્ટાર છે પરંતુ તેણે પોતાના જીવનની શરૂઆત ખૂબજ સાધારણ પરિવારથી કરી. યશના પિતા KSRTC ટ્રાન્સપોર્ટ સર્વિસના બસ ડ્રાઇવર હતા. યશ આજે કરોડોની કમાણી કરે છે પરંતુ તેના પિતા આજે પણ બસ ચલાવે છે.

યશની એક્ટિંગ દમદાર છે પરંતુ તે બોલીવુડમાં નવાઝુદ્દીન સિદ્દીકીના ફેન છે સાથે જ તે શાહરૂખ ખાનને પોતાના આદર્શ માને છે.

યશની પત્ની રાધિકા પંડિત પણ એક એક્ટ્રેસ છે. યશે ટીવી સીરીયલ નંદા ગોકુલાથી પોતાની કરિયર શરૂ કરી હતી. જેમાં રાધિકા પણ હતી. તે બાદ યશે પોતાની બીજી ફિલ્મ મોગિના માનાસૂમાં પણ રાધિકા સાથે કામ કર્યુ. જોત જોતામાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. જો કે ઘણાં  વર્ષો સુધી તેમણે આ વાત છુપાવીને રાખી.

યશ અને રાધિકા પંડિતે મળીને યશ માર્ગ સંસ્થા શરૂ કરી જે સમાજની ભલાઇનું કામ કરે છે. કર્ણાટકના દુકાળગ્રસ્ત જિલ્લા કોપ્પાલમાં યશની સંસ્થાએ તળાવ પર 4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા જેથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here