આ સ્ટાર ક્રિકેટરે કહ્યું, જેટલું કમાયો છું બધું લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો

0
18

વર્ષ 2019 ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર ક્રિકેટર બેન સ્ટોક્સ માટે ખૂબ જ સારું રહ્યું. આ ક્રિકેટરે ઈંગ્લેન્ડનો વર્લ્ડ કપ જીત્યો. ટેસ્ટ મેચ જીતી, શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ હવે વર્ષના અંતમાં આ ખેલાડી બધું જ છોડી દેવા માટે તૈયાર છે. બેન સ્ટોક્સે નિવેદન આપ્યું છે કે, જેટલું કમાયો છું બધું લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો. તમને જણાવી દઈએ કે, બેન સ્ટોક્સના પિતા ગેડ સ્ટોક્સ જોહાનિસબર્ગમાં હોસ્પિટલમાં ભરતી છે.

  • બેન સ્ટોક્સના પિતા હોસ્પિટલમાં છે ભરતી
  • બેન પિતા સારાં થઈ જાય તે માટે કંઈપણ કરવા તૈયાર
  • બેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસને શ્રાપિત ગણાવ્યો

દીકરાની મેચ જોવા આવ્યા અને પહોંચી ગયા હોસ્પિટલ

ગેડ સ્ટોક્સ તેમના દીકરાની મેચ જોવા માટે જોહાનિસબર્ગ આવ્યા હતા, પરંતુ તેમની તબિયત બગડી ગઈ અને 23 ડિસેમ્બરે તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા. જોકે, હવે તેમની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બેન સ્ટોક્સ હવે બીજી ટેસ્ટ મેચ રમવા માટે કેપટાઉન ગયો છે. બીજી ટેસ્ટ પહેલા બેન સ્ટોક્સે કહ્યું, ‘હવે મારા માટે સૌથી યાદગાર વર્ષ મુશ્કેલ બની ગયું છે. મેં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી પણ હવે મારા પિતા હોસ્પિટલમાં ભરતી છે. જો કોઈ કહે કે, 2019માં તમે જે કંઈ હાંસલ કર્યું છે મને આપી દો અને હું તમારા પિતાને ઠીક કરી દઉં તો હું તેના માટે તૈયાર છું.

સ્ટોક્સ દક્ષિણ આફ્રિકાને ‘શ્રાપિત પ્રવાસ’ કહે છે

બેન સ્ટોક્સે દક્ષિણ આફ્રિકાના પ્રવાસને શ્રાપિત ગણાવ્યો હતો. તેણે કહ્યું, ‘ટીમે આ ટૂરનું નામ એક શ્રાપિત પ્રવાસ રાખ્યું છે. દક્ષિણ આફ્રિકામાં અમારા માટે કંઇ યોગ્ય રહ્યું નથી. ટીમના ખેલાડીઓ બીમાર છે. નબળા પ્રદર્શન માટે આ કોઈ બહાનું નથી, પરંતુ જો તમે યોગ્ય રીતે ખાઈ શકશો નહીં, તમે સૂઈ શકશો નહીં, તો તે માનસિક અને શારીરિક રીતે મુશ્કેલી ઊભી કરે છે.’ તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ઇંગ્લેન્ડના 11 ખેલાડીઓ બીમાર થયા છે. ડોમ સિબલે, જો રૂટ, ઓલી પોપ, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, જેક લીચ, જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ અને માર્ક વુડ બીમાર પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here